20 કરોડની વીંટી, 400 કરોડના લગ્ન, 27 કરોડનું દાન, સૌથી મોંઘા છૂટાછેડા કરી સૌથી મોંઘા લગ્ન કરવા જઇ રહેલા જેફના પરિવાર વિશે જાણો
દુનિયાના ચોથા સૌથી પૈસાદાર વ્યક્તિ જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના ભવ્ય લગ્ન વેનિસમાં થયા છે. જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના લગ્નનો ખર્ચ અંદાજે 400 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બીજી તરફ, સ્થાનિક લોકો તેને 'શહેરની નીલામી' ગણાવીને વિરોધ કરી રહ્યા છે.

બેઝોસ તેમની મંગેતર અને પાઇલટ-પ્રજેન્ટર લોરેન સાંચેઝ સાથે લગ્ન કરી રહ્યા છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તો આજે આપણે જેફ બેઝોસની પર્સનલ લાઈફ અને પ્રોફેસનલ લાઈફ વિશે વાત કરીશું.લોરેન એક પ્રખ્યાત પત્રકાર છે જેમણે ઘણા મોટા નેટવર્ક્સ સાથે કામ કર્યું છે અને બ્લેક ઓપ્સ એવિએશન જેવા સાહસિક ઉડ્ડયન પ્રોજેક્ટ્સની સ્થાપના કરી છે. હવે તે વિશ્વની બીજા સૌથી ધનિક વ્યક્તિની પત્ની બનવા જઈ રહી છે.

દુનિયાના ચોથા સૌથી પૈસાદાર વ્યક્તિ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે પત્રકાર લોરેન સાંચેઝ સાથે લગ્ન કરવા માટે ઇટાલીના સુંદર શહેર વેનિસને પસંદ કર્યું છે. આ લગ્નને સૌથી મોટા લગ્ન' કહેવામાં આવ્યા છે.

જેફ બેઝોસના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

જેફ બેઝોસનો જન્મ 13 જાન્યુઆરી, 1964ના રોજ ન્યૂ મેક્સિકોના આલ્બુકર્કમાં થયો હતો. તે સમયે તેમની માતા જેકલીન જોગરસન માત્ર 16 વર્ષની હતી અને જુનિયર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. પ્રેગ્નન્ટ હોવાથી અને એક બાળકને જન્મ આપવાને કારણે તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલે કહ્યું કે હવે તે આ શાળામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકશે નહીં.

નાની ઉંમરે તેમના પર આવી પડેલી આટલી ગંભીર જવાબદારી અને તેનાથી ઊભી થતી મુશ્કેલીઓએ જેફના માતાપિતા વચ્ચેના સંબંધોને પણ અસર કરી અને જેફના જન્મના એક વર્ષ પછી જ, જેકલીન જેફના પિતા થિયોડોર જોગરસનથી અલગ થઈ ગયા હતા.

થિયોડોર ખૂબ જ કઠોર અને બેજવાબદાર પતિ અને પિતા હતા. 19 વર્ષની ઉંમરે પિતા બન્યા પછી, તેમણે વધુ પડતું દારૂ પીવાનું અને જેકલીન સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું.જ્યારે આ બધું અસહ્ય બની ગયું, ત્યારે જેક્વેલિનએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. જોકે, છૂટાછેડા પછી પણ, જેક્વેલિનનું જીવન સરળ નહોતું.

આટલી નાની ઉંમરે, તેના ખોળામાં એક નાનું બાળક હતું, કોઈ ડિગ્રી નહોતી અને કોઈ મજબૂત કારકિર્દીનો આધાર નહોતો. તે તેના માથા પર આવી પડેલી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે તૈયાર નહોતી. પરંતુ જેક્વેલિન હાર માની નહીં.

થિયોડોર તેમણે તેના એક વર્ષના બાળકને ખોળામાં રાખીને ફરીથી કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને અભ્યાસ પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવાનું શરૂ કર્યું. જેક્વેલિનના પ્રોફેસરે ખૂબ જ ઉદારતાથી તેને તેના બાળકને કોલેજમાં લાવવાની મંજૂરી આપી. જેક્વેલિન બાળકને સાથે લઈ જતી. ઘણીવાર જ્યારે તે ક્લાસમાં જતી હતી, ત્યારે નાનો જેફ તેની માતાના ખોળામાં સૂઈ જતો. ઘણી વખત, જો તે જાગી જાય, તો પણ તે તેની માતાના ખોળામાં બેસીને શાંતિથી લેક્ચર સાંભળતો અને રડતો કે અવાજ કરતો ન હતો.

પિતાએ વધુ પડતું દારૂ પીવાનું અને જેકલીન સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું.જ્યારે આ બધું અસહ્ય બની ગયું, ત્યારે જેક્વેલિનએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. જોકે, છૂટાછેડા પછી પણ, જેક્વેલિનનું જીવન સરળ નહોતું. જેફ બેઝોસના જીવનમાં, બ્રેડ સ્ટોને લખ્યું છે કે, 3 વર્ષની ઉંમરે, જેફ પોતાને એટલો મોટો માનવા લાગ્યો કે તેણે બાળકના ઝૂલામાં સૂવાની ના પાડી હતી.માતા ઘરના ખર્ચ ચલાવવા માટે પાર્ટ-ટાઇમ કામ પણ કરતી હતી.

કોલેજમાં અભ્યાસ કરતી વખતે જેકલીન માઇક બેઝોસને મળી હતી. જેફ ચાર વર્ષનો હતો. ત્યારે જેકલીન માઇક સાથે લગ્ન કર્યા હતા. માઇકે જેકલીનના પુત્રને દત્તક લીધો હતો અને તેનું નામ પણ આપ્યું હતું. જેક જોગરસન હવે જેફ બેઝોસ બન્યા અને તેમણે આ ઓળખ તેમના નામ સાથે જીવનભર જાળવી રાખી.

જેફ બેઝોસે 1986માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. આ ડિગ્રી કોમ્પ્યુટર સાયન્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં હતી. બીજા બધાની જેમ જેફે પણ પોતાની કારકિર્દીની શરૂઆત નોકરીથી કરી હતી. તેમની પાસે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં ડિગ્રી હતી, પરંતુ તેઓ વોલ સ્ટ્રીટ પર એક કંપનીમાં કામ કરતા હતા.તેઓ જાણતા હતા કે કેવી રીતે વેચાણ કરવું અને નફો કેવી રીતે કમાવવો.

જ્યારે તેઓ હાઇ સ્કૂલમાં હતા, ત્યારે તેમણે તેમના માતાપિતાના ઘરના જૂના ખાલી ગેરેજમાં પોતાનો પહેલો વ્યવસાય શરૂ કર્યો. તેમણે તેનું નામ આપ્યું 'ધ ડ્રીમ ઇન્સ્ટિટ્યૂટ'. જેફે ઉનાળાની રજાઓ દરમિયાન તેમના જેવા વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પ ચલાવ્યો અને 600ડોલર કમાયા હતા.

જેફમાં એટલી પ્રતિભા હતી કે તેઓ સમર કેમ્પસ ચલાવી શકતા હતા અને પોતાની શાળા અને વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી કંઈક નવું શીખવવાના બહાને ફી વસૂલીને પૈસા કમાઈ શકતા હતા. જેફના માતાપિતા પણ આશ્ચર્યચકિત થયા હતા કે આટલા હાઇ સ્કૂલના વિદ્યાર્થીએ આટલી શાણપણ કેવી રીતે મેળવી.

જેફને પોતાનું ભવિષ્ય જોવાનું શરૂ થયું હતું. તેઓ જાણતા હતા કે ગમે ત્યાંથી શરૂઆત કરે, તેમણે વ્યવસાય કરવો જ પડશે. 1993માં, તેમણે નોકરી છોડી દીધી અને પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. આ એમેઝોનની શરૂઆત હતી.

5 જુલાઈ, 1994ના દિવસે એમેઝોન લોન્ચ થયું હતું. વેબસાઇટ લોન્ચ થતાં જ લોકો ઓનલાઈન પુસ્તકો ખરીદવા લાગ્યા. એક મહિનામાં જ એમેઝોનનો વ્યવસાય 40 દેશોમાં ફેલાઈ ગયો. ત્રણ મહિનામાં દર અઠવાડિયે 25,000 ડોલરના પુસ્તકો વેચાવા લાગ્યા. આ એટલી મોટી સફળતા હતી જેની જેફ બેઝોસે પણ ક્યારેય કલ્પના કરી ન હતી.

વિશ્વના સમગ્ર ઇતિહાસમાં, કોઈ પણ સ્ટાર્ટઅપે આટલા ટૂંકા સમયમાં આટલી મોટી સફળતા મેળવી ન હતી. ત્રણ વર્ષમાં, આ સ્ટાર્ટઅપ એક જાહેર કંપનીમાં ફેરવાઈ ગયું અને એટલું જ નહીં, તે ઈ-કોમર્સની દુનિયાના તાજ વગરના રાજા બનવાથી માત્ર થોડા પગલાં દૂર હતું.

ક્યારેક હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી માંડ માંડ બચવાને કારણે, ક્યારેક દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડાને કારણે. ક્યારેક તેના નવા પ્રેમ અને અફેરને કારણે, તો ક્યારેક કોઈ નજીવા કારણને કારણે ચર્ચામાં રહ્યો હતો.

જેફ બેઝોસ તેમના લગ્નમાં મહેમાનોને ભેટોને બદલે તેમણે ત્રણ સંસ્થાઓને 3 મિલિયન યુરો (લગભગ 27 કરોડ રૂપિયા)નું દાન પણ આપ્યું છે.

1992માં, મેનહટનમાં ડી. ઇ. શો માટે કામ કરતી વખતે, બેઝોસ નવલકથાકાર મેકેન્ઝી ટટલને મળ્યા હતા, 25 વર્ષ સાથે રહ્યા પછી છૂટાછેડા લીધા હતા. બેઝોસ અને તેમની ભૂતપૂર્વ પત્ની મેકેન્ઝી ચાર બાળકોના માતાપિતા છે. ત્રણ પુત્રો અને એક પુત્રી જે ચીનથી દત્તક લેવામાં આવી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
