AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akanksha Chamola Alimony : આકાંક્ષાએ ગૌરવ ખન્ના પાસેથી છૂટાછેડા માટે કેટલી રકમ માંગી હતી ? હકીકત જાણી ચોંકી જશો

છેલ્લા કેટલાક દિવસોથી અભિનેતા અને બિગ બોસ વિજેતા ગૌરવ ખન્ના પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ગૌરવ ખન્ના અને તેમની પત્ની આકાંક્ષા ચમોલના છૂટાછેડાના અહેવાલો સામે આવ્યા બાદ ચાહકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે આકાંક્ષાએ ગૌરવ પાસેથી ભરણપોષણ તરીકે મોટી રકમ માંગી હોવાના અહેવાલો ચર્ચામાં છે.

| Updated on: Sep 13, 2026 | 9:47 AM
Share
ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલે ‘ધ લોકઅપ’ શોમાં પોતાના છૂટાછેડા અંગે વાત કરી હતી. આ ખુલાસા બાદ બંનેના સંબંધોને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે આકાંક્ષાએ છૂટાછેડા બાદ ભરણપોષણ તરીકે કેટલી રકમની માંગણી કરી છે, તેને લઈને પણ અહેવાલો સામે આવી રહ્યા છે.

1 / 7
અહેવાલો અનુસાર, આકાંક્ષાએ ભરણપોષણ તરીકે ગૌરવ ખન્ના પાસેથી ₹10 કરોડની માંગણી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ રકમ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ દરમિયાન આકાંક્ષાએ પોતે જ આ દાવા અંગે સ્પષ્ટતા કરી છે.

2 / 7
આકાંક્ષાએ ₹10 કરોડના ભરણપોષણની માંગણીના અહેવાલો પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે, જો તેણે ખરેખર આટલી મોટી રકમ માંગી હોત અને તેને આ પૈસા મળી ગયા હોત, તો તે આજે પણ અહીં બેઠી ન હોત. તેણે એમ પણ કહ્યું કે, જો તેની પાસે ખરેખર આટલા પૈસા હોત તો તે દેશ છોડીને જતી રહી હોત.

3 / 7
આકાંક્ષાએ વધુમાં સ્પષ્ટ કર્યું કે તે એવા લોકોમાંથી નથી જે ભરણપોષણ મેળવવાની ઈચ્છા રાખે છે. તેના આ નિવેદનથી ₹10 કરોડની માંગણીના અહેવાલો અંગે અનેક સવાલો ઊભા થયા છે.

4 / 7
આકાંક્ષાએ ગૌરવ ખન્ના સાથેના લગ્ન બાદ મળેલા ‘સુગર ડેડી’ના ટેગ અંગે પણ વાત કરી હતી. ગૌરવ અને આકાંક્ષા વચ્ચે ઉંમરમાં લગભગ 10 વર્ષનો તફાવત છે. જ્યારે બંનેએ લગ્ન કર્યા ત્યારે આકાંક્ષા 24 વર્ષની હતી. આ ઉંમરના તફાવતને કારણે તેને ‘સુગર ડેડી’ જેવા ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો.

5 / 7
આ ઉપરાંત, આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ નામને લઈને પણ ખુલાસો કર્યો હતો. છૂટાછેડાના અહેવાલો વચ્ચે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર નામ હજુ ‘આકાંક્ષા ગૌરવ ખન્ના’ છે. તેણે જણાવ્યું કે મેટા સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓના કારણે તે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ બદલી શકતી નથી.

6 / 7
આકાંક્ષા અને ગૌરવ છેલ્લા કેટલાક સમયથી અલગ રહેતા હોવાના અહેવાલો છે અને બંનેના છૂટાછેડાને લઈને ચર્ચા ચાલી રહી છે. જોકે, ભરણપોષણ તરીકે ₹10 કરોડની માંગણી અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આકાંક્ષાના નિવેદન બાદ આ દાવાને લઈને સ્થિતિ વધુ સ્પષ્ટ થતી જોવા મળી રહી છે.

7 / 7

રીતિ તિવારીનું મ્યુઝિક અને બિઝનેસની દુનિયામાં છે મોટું નામ, જુઓ પરિવારમાં કોણ કોણ છે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">