Ahmedabad: એરપોર્ટ પર ટર્મીનલ-2નો ડિપાર્ચર ઈમિગ્રેશન વિસ્તાર લંબાવાયો,જુઓ PHOTOS
અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના મુસાફરોની સુવિધાઓમાં સતત પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે બુધવારે એરપોર્ટ પર મુસાફરો માટે ઈન્ટરનેશનલ ટર્મિનલ T-2 ખાતે ડિપાર્ચર ઈમિગ્રેશનમાં વિસ્તારનો વધારો કરાયો છે. જે વધારો કરાયેલા વધારાના વિસ્તારને ખુલ્લો મુકવામાં આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નવા અને વિશાળ ઈમિગ્રેશન વિસ્તારને ખુલ્લો મુકવામાં આવતા મુસાફરોને પ્રસ્થાન સમયે વધુ સારી સગવડ મળી રહેશે. આ સુવિધાથી પીક-અવર્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વધુ કાર્યક્ષમ પ્રસ્થાનનો અનુભવ થશે.
Most Read Stories