અદાણી ગૃપના અચ્છે દિન શરૂ, અદાણી એનર્જીના શેરે રોકાણકારોને એક મહિનામાં આપ્યું 45 ટકાથી વધારે રિટર્ન
ગૌતમ અદાણી છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર ચર્ચામાં છે. અદાણી ગૃપની દરેક કંપનીના શેરમાં રોકેટ તેજી જોવા મળી રહી છે. આજે અદાણી એનર્જીના શેરમાં 224.75 રૂપિયાનો વધારો થયો હતો. શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી અને શેર 1,348.50 રૂપિયા પર બંધ થયો હતો.

જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો અદાણી એનર્જીના શેરે 21.95 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 242.70 રૂપિયા થાય છે.

અદાણી એનર્જીના શેરમાં છેલ્લા 1 માસમાં 422.00 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 45.55 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો અદાણી એનર્જીના શેરે ઈન્વેસ્ટર્સને 356.65 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 35.96 ટકા વધ્યો હતો.

જે ઈન્વેસ્ટરે 1 વર્ષ પહેલા અદાણી એનર્જીના શેરમાં રોકાણ કર્યું હતું તેઓને હાલ 34.64 ટકાનું નુકશાન થયું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 714.80 રૂપિયાનું નુકશાન થયું છે.