Car Maintenance: આ 7 બાબતોનું ધ્યાન રાખજો! ગાડી ટિપટોપ થશે અને તેમાં આવતો ખર્ચો પણ બચી જશે
જો તમારી ગાડી જૂની થઈ ગઈ છે અને તમારે રોજ તેમાં કોઈને કોઈ મોટો ખર્ચો કરવો પડે છે, તો હવે ચિંતામુક્ત થઈ જાઓ. તમે ફક્ત નીચે જણાવેલ 7 બાબતોનું ધ્યાન રાખશો તો તમારી ગાડીમાં કોઈ સમસ્યા નહીં આવે.

જો તમે ઇચ્છો છો કે, તમારી કાર લાંબા સમય સુધી કોઈ મોટા બ્રેકડાઉન વગર ચાલે અને કોઈ મોટો ખર્ચ ન સહન કરવો પડે, તો તમારે કેટલીક સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે.

જો તમે તમારી કારમાં આ 7 બાબતોનું ખાસ ધ્યાન રાખશો, તો તમે પૈસા પણ બચાવી શકશો અને તમારી કારમાં કોઈ સમસ્યા નહીં આવે.

એન્જિન ઓઇલ બદલવાનું ભૂલશો નહીં: એન્જિન ઓઇલ કારનો એક ખાસ ભાગ છે. આને દર 10,000 કિલોમીટર અથવા એક વર્ષે બદલવું જોઈએ. ટાટા જેવા વાહનો સિવાય મોટાભાગના વાહનોમાં સમયસર ઓઇલ બદલવું જરૂરી છે. ખરાબ ઓઇલ એન્જિનને ધીમું કરે છે અને વધુ ફ્યુલ વાપરે છે.

બ્રેક તપાસો: બ્રેક પેડ્સ અને બ્રેક ઓઇલને ચકાસતા રહો. ગાડીની સર્વિસ કરાવો ત્યારે બ્રેક પેડ્સ અને બ્રેક ઓઇલ પર નજર રાખો. સમયસર બ્રેક ઓઇલ બદલવાથી બ્રેકની ક્ષમતા જળવાઈ રહે છે અને અકસ્માતનું જોખમ ઓછું થાય છે.

ટાયરનું પ્રેશર: દર 15 દિવસે ટાયરનું પ્રેશર તપાસો. જો તમને સહેજ પણ ખામી કે ઘસારો દેખાય, તો તાત્કાલિક મિકેનિકનો સંપર્ક કરો. યોગ્ય પ્રેશર માઇલેજ સુધારે છે અને ટાયરની લાઇફ પણ વધે છે.

કૂલન્ટ અને રેડિયેટરની તપાસ: ગાડીનું ટેમ્પરેચર કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઓવર હીટિંગ થવાથી એન્જિનને નુકસાન થઈ શકે છે. આથી, સમયસર કૂલન્ટ બદલવું અને રેડિયેટરને સાફ કરવું જરૂરી છે.

બેટરી કનેક્શન તપાસો: જો બેટરી નબળી અથવા ઢીલી હોય, તો વાહન શરૂ કરવામાં પ્રોબ્લમ આવી શકે છે. આને સમયસર સાફ અને ચેક કરાવવું જરૂરી છે.

એર ફિલ્ટર સાફ કરવું: ગંદા એર ફિલ્ટર ગાડીનું પર્ફોમન્સ ઘટાડે છે અને પેટ્રોલ ખર્ચમાં વધારો કરે છે. દર 10,000 કિમીએ આની ચકાસણી કરો અને જો જરૂર પડે તો તેને બદલી નાખો.

સમયસર સર્વિસ કરાવવી: ગાડીમાં બધું બરાબર છે, એવું વિચારીને સર્વિસ નહીં કરાવો તો તમને જ નુકસાન પહોંચી શકે છે. સર્વિસ કરાવવાથી ગાડીની સ્થિતિ પરફેક્ટ બની રહે છે અને તેને લગતી સમસ્યાઓથી બચી શકાય છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
