IRCTC Tour Package : શું તમે પણ સિંગાપોર-મલેશિયાની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, ટુર પેકેજમાં ઓછા પૈસામાં મળશે વધારે સુવિધાઓનો લાભ
Singapore-Malaysia Tour Package: જો તમે મે મહિનામાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજની શરુઆત 26મી મેથી શરૂ થશે.


પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, IRCTC દેશ અને વિદેશની મુલાકાત લેવા માટે ટુર પેકેજો લોન્ચ કરતુ રહે છે. હવે IRCTC તમને મે મહિનામાં સિંગાપોર અને મલેશિયાની મુલાકાત લેવાની તક આપી રહ્યું છે. જો તમે આ પેકેજ માટે બુકિંગ કરો છો, તો તમારે કોલકાતાથી ફ્લાઈટ પકડવી પડશે. આ પેકેજ 26 મેથી શરૂ થશે.

પહેલા દિવસે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટમાં ચઢવાનું રહેશે. આ પછી તમે તે જ દિવસે સિંગાપોર પહોંચશો. સિંગાપોર પહોંચ્યા પછી, તમને ભારતીય રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવાની તક મળશે. સવારના નાસ્તા પછી તમને શહેરની આસપાસ ફરવાનો મોકો મળશે. આ પછી તમે લંચ કરશો. લંચ પછી તમે હોટેલમાં ચેક ઇન કરી શકશો. રાત્રે તમને નાઈટ સફારી કરવાનો મોકો મળશે. આ પછી રાત્રિભોજન ભારતીય રેસ્ટોરન્ટમાં ગોઠવવામાં આવશે.

આ પેકેજ હેઠળ છઠ્ઠા દિવસે તમે હોટલમાંથી ચેક આઉટ કરશો. ત્યારબાદ પુત્રજય શહેરના અલગ-અલગ સ્થળો પર ફરવાનું રહેશે. તમારા લંચની વ્યવસ્થા ભારતીય રેસ્ટોરન્ટમાં હશે. લંચ બાદ તમને કુઆલાલંપુર એરપોર્ટ પર છોડવામાં આવશે. જ્યાંથી તમને કોલકાતા પરત લાવવા માટે ફ્લાઈટ મળશે.

જો તમે એક વ્યક્તિ માટે પેકેજ બુકિંગ કરાવો છો તો તમારે 1,20,450 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે, જો તમે બે લોકો માટે બુકિંગ કરાવો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 1,00,450 રૂપિયા ખર્ચવા પડશે. ત્રણ લોકો માટે તમારે વ્યક્તિ દીઠ 1,00,450 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે, જો તમારી સાથે બાળક છે, તો તમારે અલગથી 88,950 રૂપિયા ખર્ચવા પડશે. જો તમે બાળક માટે બેડ વગર બુકિંગ કરાવો છો તો તમારે 77,570 રૂપિયા ખર્ચવા પડશે.

જો તમે આ પેકેજ હેઠળ બુકિંગ કરવા માંગો છો, તો તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જઈને બુક કરી શકો છો. જ્યાં તમને પેકેજને લઈ જોઈતી તમામ માહિતી મળી રહેશે. આ પેકેજ 5 રાત્ર અને 6 દિવસનું રહશે.






































































