New Year Party : તમારી ત્વચા પર ગ્લો લાવવા, નારિયેળ પાણીનો ઉપયોગ આ રીતે કરો
આપણા સ્વસ્થ અને ત્વચાને ચમકદાર બનાવવા માટે નારિયેળ પાણી ખૂબ જ ફાયદાકારક છે. શું તમે જાણો છો કે નારિયેળ પાણી, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તે ચહેરાની ચમક વધારવામાં પણ મદદરૂપ છે. નવા વર્ષમા તમે પણ નારિયેળ પાણીનો ઉપયોગ કરીને ચહેરાની સંભાળ કરી શકો છો.

નવા વર્ષની શરુઆતમા તમે તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે તમે નારિયેળ પાણીનો ઉપયોગ કરી શકો છો. નારિયેળના પાણીનો સ્ટેપ બાય સ્ટેપ ઉપયોગ કરીને તમે તમારી સ્કિનનો ગ્લોઈંગ બનાવી શકો છો.

નારિયેળ પાણીમા પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, ઝિંક જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે. ત્વચાની સંભાળ લેવા માટે તમે પહેલા નારિયેળની પાણી ચહેરા પર લગાવીને મસાજ કરીને તેને ચોખ્ખા પાણીથી ચહેરાને સાફ કરો.

use coconute water for glowing skine

કોકોનટ વોટર સ્ક્રબઃ કોકોનટ સ્ક્રબ બનાવવા માટે તમારે કોફીને નાળિયેર પાણીમા પલાડીને તેને ચહેરા પર લગાવીને તેનાથી મસાજ કરવો જોઈએ.જેનાથી ત્વચા પરનો મેલ દૂર થઈ શકે છે.

નારિયેળ પાણીનો ફેસ પેક : હળદર, મધ અને નારિયેળ પાણીનો ફેસ પેક બનાવીને તમે ચહેરા પર લગાવો. આ પેક સૂકાઈ જાય પછી તેને હૂંફાળા પાણીથી ચહેરાને સાફ કરો આ પેક અઠવાડિયામાં એકવાર કરવાથી તમને તમારા ચહેરા પર ફરક દેખાશે.