નર્મદાના ઝરવાણી ધોધમાં ફસાયેલા યુવકોનું કરાયુ રેસક્યુ, હેમખેમ પરત ફરતા સ્વજનોએ તંત્રનો આભાર- Video
નર્મદાના ઝરવાણી ધોધમાં ટ્રેકિંગ દરમિયાન ફસાયેલા તેલંગાણાના પાંચ યુવકોનું સફળતાપૂર્વક રેસક્યુ કરવામાં આવ્યુ છે. એક યુવકની માતાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ગુજરાત પોલીસ અને વનવિભાગે ત્વરિત કાર્યવાહી કરી. યુવકો હેમખેમ પરત ફરતા પરિવારે તંત્રનો આભાર માન્યો.
સરકારનાં તંત્રની ત્વરિત કામગીરી દર્શાવતી ઘટના સામે આવી છે. તેલંગાણાથી આવેલા યુવકો નર્મદાનાં ઝરવાણી ધોધ વિસ્તારમાં ટ્રેકિંગ માટે ગયા હતા. ત્યાં પાંચ જેટલા યુવકો ફસાયા હતા. ત્યારે ફસાયેલા યુવકો પૈકી એક યુવકની માતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગુજરાત પોલીસ, ગુજરાત ટુરિઝમ તથા મુખ્યપ્રધાન કાર્યાલયને ટેગ કરીને મદદ માગી હતી.
વનવિભાગ અને સ્થાનિક પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા તાત્કાલિક ઘટના સ્થળે મદદ મોકલીને યુવકોને હેમખેમ તે વિસ્તારમાંથી બહાર કાઢ્યા. યુવકોએ ગુજરાત સરકાર, પોલીસ, વનવિભાગ અને સ્થાનિકોનો આભાર માન્યો હતો. હર્ષ સંઘવીએ પણ મહિલાની પોસ્ટને રી-પોસ્ટ કરીને યુવકો સલામત હોવાની માહિતી આપી હતી. મહિલાએ તાત્કાલિક કાર્યવાહી બદલ આભાર માની શુભકામનાઓ પાઢવી હતી.