આજનું હવામાન : દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારેના એંધાણ વર્તાઈ રહ્યા છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં તેમજ દમણ અને દાદર નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગામી 4થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે.
અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓમાં ચિંતા વધારી દીધી છે. અંબાલાલે આગાહી કરી છે કે નવરાત્રીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 22 સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી નવરાત્રીમાં છઠઠ્ઠા નોરતેથી દશેરા સુધી વરસાદનું વિધ્ન રહી શકે છે.

