ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની કરાશે ખરીદી
ગુજરાતમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને કૃષિ ઉત્પાદનોને ધ્યાનમાં રાખીને મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કર્યા છે. આ ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી તેમના ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

ગુજરાત સરકારે ખેડૂતોને સહાયભૂત થવાના ઉદ્દેશથી, તેમની જણસને ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ મુજબ આજથી ગુજરાતમાં વિવિધ ખરીદ કેન્દ્ર પર ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબરમાં થયેલ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આ નુકસાનમાંથી ખેડૂતો ઉભરી શકે તે માટે ગુજરાત સરકારે, રૂપિયા 10,00,00,00,00,000નું રાહત પેકેજ જાહેર કર્યું હતું. જે ખેડૂતોને પ્રતિ હેકટર રૂપિયા 22,000 લેખે વધુમાં વધુ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવશે. આ ઉપરાંત ખેડૂતો પાસેથી રૂપિયા 15,000 કરોડની કિંમત મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ગયા નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કર્યાં હતા તેમાં આ વર્ષે કિમત વધારીને ખરીદી કરવામાં આવશે. ગયા વર્ષે ખરીફ પાકનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7263 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8768 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 7800 પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 5328 પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકાર ગયા વર્ષે જાહેર કરાયેલા ટેકાના ભાવમાં વધારો કરીને ખરીદી કરશે. જે અનુસાર ગયા વર્ષે મગફળીના ટેકાના જાહેર કરાયેલા ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 480, અડદના ભાવમાં રૂ. 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 436 નો ભાવવધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને કૃષિ ઉત્પાદનોને ધ્યાનમાં રાખીને મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કર્યા છે. આ ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી તેમના ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.