AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sardar Vallabhbhai Patel Jayanti : કેવડિયામાં એકતા પરેડનો શંખનાદ ! PM મોદીએ લોકોને અખંડિતતાની લેવડાવી શપથ

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અવસરે એકતા નગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાઈ રહી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં છે.

Sardar Vallabhbhai Patel Jayanti : કેવડિયામાં એકતા પરેડનો શંખનાદ ! PM મોદીએ લોકોને અખંડિતતાની લેવડાવી શપથ
Sardar Patel Jayanti
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2025 | 9:39 AM
Share

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અવસરે એકતા નગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાઈ રહી છે. કાર્યક્રમની શરુઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલના ચરણ પુજાથી કરી છે. ત્યારબાદ વડા પ્રધાન મોદીએ કાર્યક્રમમાં હાજર તમામ લોકોને અખંડિતતાના શપથ લેવડાવ્યા છે. ત્યારબાદ એકતા પરેડનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં છે. એકતા નગરમાં દિલ્લીની જેમ જ ભવ્ય મુવીંગ “એકતા પરેડ”નું આયોજન કરાયું છે. જે પ્રજાસત્તાક દિવસની પરેડ જેવી 2 કિલોમીટર લાંબી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે એક સાથે 11 હજારથી વધુ લોકો આ પરેડ જોવા માટે હાજર રહ્યાં છે.

એકતા પરેડમાં વાયુસેનાનો મનોહર ફ્લાયપાસ્ટ, મોટરસાયકલ શો અને દેશભરના 16 જેટલા વિવિધ દળોની ટુકડીઓ ભાગ લીધો છે. આ સાથે જ BSF અને CRPFના પદક વિજેતા જવાનો વિશેષ હાજરી આપી છે. રાજ્યોની સિદ્ધિઓને દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત 10 સુંદર ઝાંખીઓ પણ પરેડમાં રજૂ કરાઈ છે. આ પ્રસંગને વધુ ભવ્ય બનાવવા માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે 1 થી 15 નવેમ્બર દરમિયાન “ભારત પર્વ”ની ઉજવણી પણ થશે, જેમાં દેશની સંસ્કૃતિ, એકતા અને વૈવિધ્યતાનો અદભૂત સંગમ જોવા મળશે.

પરેડમાં 52 ઊંટ સાથે BSFની ટુકડી સામેલ

પ્રજાસત્તાક દિવસની જેમ જ કેવડિયા ખાતે એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યુ છે. પરેડમાં 52 ઊંટ સાથે BSFની ટુકડી સામેલ થઇ છે. મહિલા અધિકારીઓની ટુકડીની પરેડમાં આગેવાની જોવા મળી રહી છે.

સમગ્ર પરેડનું નેતૃત્વ કરી રહી છે મહિલા IPS અધિકારી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  મુવિંગ પરેડ યોજાઇ રહી છે. સમગ્ર પરેડનું નેતૃત્વ મહિલા IPS અધિકારી સુમન નાલા કરી રહી છે. Tv 9 સાથે IPS સુમન નાલાએ આ પહેલા ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યુ હતુ કે મારા માટે આ ગૌરવની ક્ષણ છે. એક મહિનાથી અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">