AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ

ખંભાતના અખાત નજીક સર્જાયેલ વેલ માર્ક લો પ્રેશરને પગલે, આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યમાં સાત દિવસ સુધી એલર્ટ અપાયું છે.

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2025 | 3:39 PM
Share

ખંભાતના અખાત નજીક સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશરને પગલે, ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવા સુચના આપી છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ના ખેડવા સલાહ આપવામાં આવી છે. આજે સવારે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 232 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ખંભાતના અખાત નજીક સર્જાયેલ વેલ માર્ક લો પ્રેશરને પગલે, આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યમાં સાત દિવસ સુધી એલર્ટ અપાયું છે. પરંતુ આાગામી 4 દિવસ વધુ સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

આજે, તા. 29 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.10 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.57 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 101.96 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

SEOCના અહેવાલ મુજબ સવારે 8 કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ 97.32 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 146 ડેમ હાઇ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. 01 જૂન, 2025 થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 15971 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 1351 નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. 29સપ્ટેમ્બરથી 02 ઓકટોબર, 2025 સુધી દરિયો ના ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">