PM મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે ! સરદાર પટેલની 150મી જન્મજ્યંતીની એકતા પરેડમાં રહેશે હાજર, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ, જુઓ Video
વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ એકતાનગર ખાતે કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે વડાપ્રધાન સરદાર પટેલની પ્રતિમાની પદપૂજા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ એકતા પરેડમાં હાજરી આપશે.

વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ એકતાનગર ખાતે કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે વડાપ્રધાન સરદાર પટેલની પ્રતિમાની પદપૂજા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ એકતા પરેડમાં હાજરી આપશે.
વડાપ્રધાન સાંજે 5 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે. એકતાનગર ખાતે, રૂપિયા 1,220 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, તેઓ 5.5 એકર વિસ્તારમાં રૂપિયા 367.25 કરોડના ખર્ચે તૈયાર થનારા મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઈન્ડિયાનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સ ગુજરાતના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે.
PM મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે
આ વર્ષની એકતા પરેડ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે સરદાર પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યોજાઈ રહી છે. રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના જણાવ્યા અનુસાર, આ પરેડ ગુજરાતમાં પ્રથમવાર દિલ્હીમાં યોજાતી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆઆરીની પરેડની જેમ મૂવિંગ પરેડના કોન્સેપ્ટ પર આધારિત હશે. આ પરેડ 1.3 કિલોમીટરના માર્ગ પર યોજાશે. અગાઉની પરેડની સરખામણીમાં આ વખતે દર્શકોની ક્ષમતા 2,000 થી વધારીને આશરે 11,000 થી 12,000 કરવામાં આવી છે. પરેડ જોવા ઈચ્છુક લોકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.
આ ભવ્ય પરેડમાં 16 અલગ-અલગ કંટીન્જેન્ટ્સ ભાગ લેશે, જેમાં દેશના વિવિધ રાજ્યો જેમ કે જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઓડિશા, છત્તીસગઢ, કેરલા, આસામ, ત્રિપુરા તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (સીએપીએફ)ના એકમો શામેલ છે.
એકતાનગર ખાતે કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ
આ ઉપરાંત, પોલીસ બેન્ડ્સ અને સ્કૂલ બેન્ડ્સ પણ પ્રદર્શન કરશે, જેમાં બે ગુજરાતના અને બે અન્ય રાજ્યોના બેન્ડ્સ હશે. પરેડમાં વિવિધ પોલીસ એકમોની વિશેષતાઓ દર્શાવતા ડેમોન્સ્ટ્રેશન્સ પણ જોવા મળશે, જેમાં આસામ પોલીસ, ગુજરાતની મહિલા પોલીસ, અને એનએસજીના પ્રદર્શનોનો સમાવેશ થાય છે. આત્મનિર્ભર ભારતના કોન્સેપ્ટ હેઠળ બીએસએફ દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી શ્વાન પ્રજાતિઓનો ડોગ શો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. પરેડમાં 10 વિવિધ સીએપીએફ અને રાજ્યોના ટેબ્લોઝ પણ તેમની વિશેષતાઓ દર્શાવશે.
સમગ્ર પરેડ, બેન્ડ પ્રદર્શનો, ટેબ્લોઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનો આ કાર્યક્રમ આશરે દોઢથી બે કલાકનો રહેશે. આ વિશેષ પરેડ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દેશની અખંડિતતામાં આપેલા મહત્વપૂર્ણ યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને એકતાનો સંદેશ ફેલાવવાનો છે. આ ભવ્ય આયોજન માટે પોલીસ બેડામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. ગુજરાત માટે આ એક યાદગાર અને મહત્વપૂર્ણ પ્રસંગ બનશે, જ્યાં દિલ્હી જેવા ભવ્ય દ્રશ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જોવા મળશે.