CM ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ બાળક સાથે કર્યો નિખાલસતા ભર્યો સંવાદ, જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે એકતાનગર ખાતે ભારત પર્વના ઉદ્ઘાટન નિમિત્તે એકતાનગર ખાતે હતા. ત્યારે આ પ્રવાસ દરમિયાન એક અણમોલ ક્ષણ સર્જાઈ હતી.તેમણે પોતાના પ્રવાસ દરમિયાન એક દિવ્યાંગ બાળકને પોતાન પાસે બોલાવીને બેસાડ્યો હતો, એટલુ જ નહીં તેની સાથે નિખાલસતાભર્યો સંવાદ પણ સાધ્યો હતો.

CMએ દિવ્યાંગ બાળક સાથે ફોટોગ્રાફી પણ કરાવી
પોતાના પ્રવાસ દરમિયાન CM જ્યારે ઇ-બસમાં હતા, ત્યારે એક દિવ્યાંગ બાળકે તેમની સાથે ફોટો પડાવવાની નિખાલસતાપૂર્વક ઈચ્છા વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ જરા પણ વિલંબ કર્યા વિના, તે બાળકને પ્રેમથી પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું. મુખ્યમંત્રીએ બસમાં પ્રવાસ દરમિયાન બાળકની સાથે હળવો સંવાદ કર્યો અને તેની ખબર-અંતર પૂછ્યા. મુખ્યમંત્રી અને દિવ્યાંગ બાળક વચ્ચેની આ ક્ષણ સૌ કોઈ માટે અત્યંત હૃદયસ્પર્શી હતી. ભૂપેન્દ્ર પટેલે બાળકની ઈચ્છા પૂરી કરીને તેની સાથે ફોટો પણ પડાવ્યો અને તેમની સંવેદનશીલતાનો એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો.
CMએ ભારત પર્વનો દીપ પ્રાગટયને ખુલ્લો મુક્યો
મહત્વનું છે કે ગઇકાલે એકતા નગર ખાતે ડેમ વ્યુ પોઇન્ટ 1 પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વિધાનસભા ના અધ્યક્ષ શંકર ચૌધરી ના હસ્તે 15 દિવસ સુધી ચાલનારા ભારત પર્વનો દીપ પ્રાગટય કરીને ખુલ્લો મુક્યો હતો.1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી આ પર્વ ચાલવાનો છે. જેમાં દેશના દરેક રાજ્યના કલાકારો રોજ પોતાના રાજ્યની પ્રસ્તુતિ કરશે. ભારત પર્વ નિમિત્તે પેટ ઝોનની બાજુમાં દેશના તમામ રાજ્યોના અલગ અલગ સ્ટોલ પણ લગાડવામાં આવ્યા છે. જેની મુલાકાત પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી હતી.જેમાં બનાવવામાં આવેલા વ્યંજનોનો સ્વાદ પણ મુખ્યમંત્રીએ લીધો હતો.