AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરદાર સરોવર નર્મદા ડેમ છઠ્ઠીવાર છલકાયો, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણા, જુઓ વીડિયો

સરદાર સરોવર નર્મદા ડેમ છઠ્ઠીવાર છલકાયો, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણા, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2025 | 7:01 PM
Share

આજે નવમા નોરતાના દિવસે, સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટરેથી છલકાયો હતો. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, નર્મદાના નીરના વધામણા કર્યા હતા.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ, રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ છઠ્ઠીવાર છલકાયો છે. આજે નવમા નોરતાના દિવસે, સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટરેથી છલકાયો હતો. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, નર્મદાના નીરના વધામણા કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 2017માં સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો. ત્યારથી લઈને આજદીન સુધીમાં સરદાર સરોવર નર્મદા ડેમ, છ વાર પૂર્ણ સપાટીએથી છલકાઈ ચૂક્યો છે.

302 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન

આ વર્ષે અત્યાર સુધીમાં 302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમના જળવિદ્યુત મથકે અત્યાર સુધીમાં 6810 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.

સરદાર સરોવર નર્મદા ડેમ 4 કરોડ પ્રજાને પુરૂ પાડે છે પાણી

મુખ્યમંત્રીએ 10453 ગામો, 190 શહેરો તથા 7 મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.

નર્મદા ડેમ છઠ્ઠીવાર છલકાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2017માં 17મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ 6 વખત છલકાયો છે. સૌ પ્રથમવાર વર્ષ 2019, 2020, 2022, 2023, 2024 અને 2025માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની 238.68 મીટર એટલે કે,૪૫૫ ફુટની સપાટીએ પહોચી છે. આટલી સપાટીએ ડેમમાંકુલ જળ સંગ્રહ ક્ષમતા 9460 મીલીયન ઘન મીટર છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">