Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે SEO ખાતે વીડિયો કોન્ફરન્સ મારફતે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી, જુઓ Video

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા CM ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ કંરટ્રોલ રૂમની મુલાકાત લીધી છે. SEO ખાતે મુખ્યપ્રાધન ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગ,NDRF, SDRF અને કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક કરી છે.

Gujarat Rain : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે SEO ખાતે વીડિયો કોન્ફરન્સ મારફતે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી, જુઓ Video
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 25, 2024 | 2:18 PM

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા CM ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. SEO ખાતે મુખ્યપ્રાધન ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગ,NDRF, SDRF અને કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક કરી. વીડિયો કોન્ફરન્સ દ્વારા તેઓએ રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી.

આ બેઠકમાં બેઠકમાં માર્ગ મકાન વિભાગ અધિકારીઓ, રાજ્યના ચીફ સેકેટરી, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ અને રાહત કમિશનર હાજર રહ્યાં હતા. રાજ્ય સરકાર વીડિયો કોન્ફરન્સ મારફતે સૂચનાઓ આપી.

દરવાજાની પાછળ કપડા લટકાવવા જોઈએ કે નહીં? આ જાણી લેજો
માથા પર ટોપી અને હાથમાં કેમેરો લઈ પીએમ મોદીએ જંગલ સફારીનો આનંદ માણ્યો, જુઓ ફોટો
અભિનેત્રી 60 કરોડના ઘરમાં રહે છે, જુઓ ફોટો
Gastric Problem: શું તમારા પેટમાં પણ વારંવાર ગેસ બને છે? તો આ ઘરેલું ઉપચારથી તરત મેળવો રાહત
છોકરામાંથી છોકરી બનનાર ભારતીય ક્રિકેટરનો પુત્ર પાકિસ્તાનના બાબર આઝમ સાથે કરશે લગ્ન?
ઉનાળો આવે તે પહેલાં આ વસ્તુ ખાવાનું શરૂ કરો, જાણો નિષ્ણાત પાસેથી

મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી.

SEO ખાતે મુખ્યપ્રાધનને કરી બેઠક

અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે તેમણે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તરત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ ઉપાડવા સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા તંત્ર વાહકોની સતર્કતા અને સંકલનને પરિણામે આપણે વ્યાપક નુકસાન અટકાવી શક્યા છીએ તેમ જણાવ્યું હતુ.આવનારા દિવસોમાં ચોમાસામાં જો હજુ વધુ વરસાદ પડે તો પણ આજ સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું .

NDRF અને SDRFની ટીમો તૈનાત

સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા.વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.

માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરાએ પુનઃવાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ-થાંભલા વગેરેની આડશો હટાવવા જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી.

વરસાદ અટકે અને પાણી ઓસરે તાત્કાલિક સફાઈના આદેશ

આ હેતુસર જરૂર જણાયે નજીકના જિલ્લામાંથી સાધનો અને મેનપાવરની વ્યવસ્થા કરીને પણ સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવા મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને પણ તાકીદ કરી હતી.રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયો, ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કે ભયજનક સપાટીએ છે તે વિસ્તારોના વરસાદ, ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરી અને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાન-માલ સલામતીના પગલાં લેવાય તેની તાકીદ પણ તેમણે કરી હતી.

માનવ મૃત્યુ, પશુમૃત્યુ, ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટેના પ્રબંધો અંગે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી. NDRF અને SDRFની ટીમ બચાવ, રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક તંત્રની મદદમાં તહેનાત છે તે અંગેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી. આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">