Breaking news : ભાવનગરના જૂના બંદર નજીક પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ આગ, જુઓ Video
ઉનાળાની શરુઆત થતા જ આગ લાગવાની ઘટનાઓ એકા એક સામે આવી રહી છે. ભાવનગરના જૂના બંદર નજીક પ્લાસ્ટિક મોનો યાર્ન કારખાનામાં આગ લાગી હતી. અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મોનો યાર્ન કારખાનામાં લાગી આગ
કારખાનામાં લાગેલી આગનો ધુમાળો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. પ્રાપ્તથતી વિગતો અનુસાર શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ ભીષણ આગ લાગવાથી મોટી સંખ્યામાં પ્લાસ્ટિકનો માલ બળીને ખાખ થઈ ગયો છે. જેથી કારખાના માલિકને લાખો રુપિયાનું નુકસાન થયું છે. સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.