AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy : જો ભારત-ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલ રદ્દ થાય, તો કોણ રમશે ફાઈનલ? જાણો શું છે ICCનો નિયમ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની નોકઆઉટ મેચો 4 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી સેમીફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે દુબઈમાં રમાશે. ICCએ આ મેચો માટે કેટલાક ખાસ નિયમો બનાવ્યા છે, જેથી મેચનું પરિણામ નક્કી કરી શકાય. જો કે સવાલ મોટો એ છે કે જો ભારત-ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલ મેચ રદ્દ થાય, તો ફાઈનલ કોણ રમશે?

Champions Trophy : જો ભારત-ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલ રદ્દ થાય, તો કોણ રમશે ફાઈનલ? જાણો શું છે ICCનો નિયમ
India vs AustraliaImage Credit source: PTI
| Updated on: Mar 03, 2025 | 3:46 PM
Share

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ વધુ વધવાનો છે. નોકઆઉટ મેચો 4 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી સેમીફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો બંને ટીમો વચ્ચે રમાનારી સેમીફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ થાય છે, તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે અને આ વખતે નોકઆઉટ મેચો માટે ICCએ કયા નિયમો બનાવ્યા છે.

બંને સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વરસાદ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક અલગ જ સંબંધ રહ્યો છે. છેલ્લી બે આવૃત્તિઓમાં ઓસ્ટ્રેલિયાની 3 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આ વખતે પણ ઓસ્ટ્રેલિયાની એક મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી. આવી સ્થિતિમાં, ચાહકોના મનમાં ડર છે કે જો સેમીફાઈનલમાં પણ આવું જ કંઈક થાય છે, તો કઈ ટીમને નુકસાન થશે. તમને જણાવી દઈએ કે, આ વખતે ICC એ બંને સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. પરંતુ રમત નિર્ધારિત તારીખે પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. જો આ શક્ય ન હોય, તો રિઝર્વ ડે પર મેચ જ્યાંથી રોકાઈ હતી ત્યાંથી શરૂ થશે.

રિઝર્વ ડે પર પરિણામ ન આવે તો ભારત ફાઈનલમાં

એટલે કે જો ભારત-ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલ મેચ 4 માર્ચે પૂર્ણ ન થાય, તો 5 માર્ચનો દિવસ રિઝર્વ ડે તરીકે ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય ડકવર્થ લુઈસના નિયમ મુજબ, પાછળથી બેટિંગ કરનારી ટીમે પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 25 ઓવર રમવાની રહેશે. ગ્રુપ સ્ટેજમાં બીજા ક્રમે બેટિંગ કરતી ટીમે ફક્ત 20 ઓવર રમવાની હોય છે. પરંતુ જો રિઝર્વ ડે પર પણ મેચનું પરિણામ નક્કી ન થાય, તો ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેનારી ટીમ ફાઈનલમાં પહોંચશે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં ટોચ પર હતી. આવી સ્થિતિમાં, જો મેચનું કોઈ પરિણામ ન આવે તો ભારત ફાઈનલ રમશે.

મેચ રદ્દ થાય તો દક્ષિણ આફ્રિકાને ફાયદો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમીફાઈનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાશે. આ બંને ટીમો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ માટે 6 માર્ચનો દિવસ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો આ મેચ પણ પરિણામ ન આપે તો દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. કારણ કે દક્ષિણ આફ્રિકા ગ્રુપ B માં ટોચ પર હતું. જ્યારે ન્યુઝીલેન્ડ ગ્રુપ A માં બીજા સ્થાને રહ્યું હતું.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના સભ્યની માતાનું અવસાન, ચેમ્પિયન્સ ટ્રોફી છોડીને ભારત પરત ફર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">