3 March 2025

શું તમારા પેટમાં પણ વારંવાર ગેસ બને છે? તો અપનાવો આ ઘરેલુ ઉપચાર

Pic credit - google

ઘણીવાર પેટમાં ગેસ બનવો, પેટ ફૂલવું અને અપચો જેવી સમસ્યાથી લોકો પીડાતા હોય છે

Pic credit - google

આ સમસ્યાઓ જેટલી સામાન્ય દેખાય છે તેટલી જ વધારે પરેશાન કરનારી છે. જો તમે પણ ગેસની સમસ્યાથી પીડાતા હોવ તો આ ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક રહેશે

Pic credit - google

ગેસથી છુટકારો મેળવવા માટે સવારે નવશેકા પાણીમાં લીંબુ, કાળું મીઠું અને તજ મિક્સ કરીને પીવો. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે.

Pic credit - google

આ સિવાય તમે વરિયાળી અને અજમાને મિક્સ કરીને પણ મુખવાસમાં લઈ શકો છો તે બન્ને તમારા પેટમાં બનતા ગેસને અટકાવશે

Pic credit - google

તમારા આહારમાં વિટામિન સીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે.

Pic credit - google

ફાઈબર પાચન તંત્ર માટે ખૂબ જ સારું છે. ફાઈબર પાચન સુધારે છે અને રોગોથી બચાવે છે. આખા અનાજ, ઓટ્સ, સ્પ્રાઉટ્સ જેવી વસ્તુઓ ખાઓ.

Pic credit - google

પણ ધ્યાન રાખો કે કાચા શાકભાજી ખાવાથી ગેસ વધી શકે છે આથી તેને બાફીને ખાવાથી ફાયદો થશે

Pic credit - google

આ ઉપરાંત, તમારે ગેસ અને અપચોથી બચવા માટે દરરોજ દહીં અને છાશ જેવી ખાદ્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ કારણ કે તે સારા બેક્ટેરિયાથી ભરપૂર હોય છે.

Pic credit - google

નોંધL અહીં આપેલી માહિતી તમારી જાણકારી માટે છે. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.

Pic credit - google