Jamnagar : PM મોદી અનંત અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ વનતારાની મુલાકાતે, જુઓ Video
વડાપ્રધાન મોદી જામનગરના પ્રવાસ દરમિયાન રિલાયન્સમાં અંનત અંબાણી દ્વારા બનાવવામાં આવેલ મહત્વના પ્રોજેક્ટ 'વનતારા'ની મુલાકાત લીધી. બપોર સુધી PM મોદી વનતારા ખાતે રહેશે જે બાદ તેઓ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે.
વડાપ્રધાન મોદી જામનગરના પ્રવાસ દરમિયાન રિલાયન્સમાં અંનત અંબાણી દ્વારા બનાવવામાં આવેલ મહત્વના પ્રોજેક્ટ ‘વનતારા’ની મુલાકાત લીધી. બપોર સુધી PM મોદી વનતારા ખાતે રહેશે જે બાદ તેઓ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે. જામનગરથી 30 કિમી દૂર રિલાયન્સ રિફાઈનરીમાં પ્રાણીઓની સંભાળ, પુનર્વસન અને સારવાર માટે અનંત અંબાણીએ ‘વનતારા’ નામને મહત્વનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
3 હજાર એકરમાં ફેલાયેલો વિશાળ પ્રોજેક્ટ
વનતારા 3000 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ વનતારા પ્રોજેક્ટમાં ઘાયલ, ત્યજી દેવાયેલા અને શિકાર કરાયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે. પ્રાણીઓ માટે એક વિશ્વ કક્ષાનું આરોગ્યસંભાળ, હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રથી સજ્જ છે. જેમાં દુર્લભ પ્રજાતિના પ્રાણીઓનું રક્ષણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
2100થી વધુ કર્મચારીઓ વનતારામાં તૈનાત
વનતારા પ્રોજેકટ પૂરા 3,000 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. પ્રાણીઓ માટે વિશ્વ કક્ષાનું આરોગ્ય સંભાળ કેન્દ્ર છે. અહીં અદ્યતન હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. 650થી વધુ એકરમાં રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. 43 પ્રજાતિના 2,000થી વધુ પ્રાણીઓ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં દેખરેખ હેઠળ છે. 2100થી વધુ કર્મચારીઓ વનતારા પ્રોજેક્ટમાં ફરજ બજાવે છે. રેસ્ક્યૂ સેન્ટરમાં 200 હાથી, 300 ચિત્તા, 300 દીપડા અને 300 હરણ છે.
43 પ્રજાતિના 2 હજારથી વધુ પ્રાણીઓની સંભાળ
વનતારામાં 1200થી વધુ સરીસૃપ જીવો મગર, સાપ અને કાચબાની સંભાળ રાખવામાં આવે છે. ભારતની સાથે સાથે દુનિયાભરમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે. આફ્રિકા અને મેક્સિકોમાંથી ગંભીર બીમારીથી પીડિત પ્રાણીઓને બચાવીને વનતારા લવાયા છે. પ્રાણીઓ માટે ICU, MRI, CT સ્કેન, એક્સ-રે, એન્ડોસ્કોપી, ડાયાલિસિસની સુવિધા છે.પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં રહેવાની ભરપૂર સુવિધા છે.

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
