Surat : હોળી પર્વને લઈને માદરે વતન જવા મુસાફરોનો ધસારો, ઉધના રેલવે સ્ટેશન પર પડાપડી, જુઓ Video
હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે. ઉત્તર ભારતના લોકો માટે હોળીના પર્વનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે હોળી પર્વની ઉજવણી માટે માદરે વતન જવા ઉત્સુક મુસાફરોના કારણે સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ઉત્તર ભારતીય સમાજના લોકોની ભીડ વધતાં સ્ટેશનો પર ભારે ભીડ ઉમટી રહેતી જોવા મળી છે.

ઉધના રેલ્વે સ્ટેશન પર 100 જેટલી ટ્રેનો ડાયવર્ટ કરાતા મુસાફરોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનમાં જગ્યા મેળવવા માટે શ્રમિકો અને પરપ્રાંતીય લોકો મોડી રાતથી જ સ્ટેશન પર પહોંચી રહ્યા છે અને રાતોવાસ કરી રહ્યા છે. સુરત શહેરમાં ઉત્તર ભારતીય સમુદાયની અંદાજિત વસ્તી 20 લાખથી વધુ છે. દર વર્ષની જેમ, ચાલુ વર્ષે પણ હજારો લોકો હોળી પર્વની ઉજવણી માટે પોતાના વતન જવા સ્ટેશન પર ઉમટી રહ્યા છે, જેનાથી મુસાફરી મુશ્કેલ બની રહી છે.
તંત્ર દ્વારા ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થા કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ તંત્ર ગોઠવવામાં આવ્યુ છે. દર વર્ષે સુરતના રેલવે સ્ટેશન પર હોળી પહેલા આટલી જ ભીડ જોવા મળતી હોય છે, ત્યારે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. લોકો શાંતિપૂર્વક વતન જઇ શકે તે માટે વ્યવસ્થા ગોઠવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ