Bharuch News : દહેજમાં આવેલી એક કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના સામે આવી છે. દહેજમાં આવેલી એક કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના સામે આવી છે. દહેજમાં આવેલી એક કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીના વેર હાઉસમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી. કેલ્શિયમ હાઈપોક્લોરાઈડના જથ્થામાં આગ લાગી હતી.
ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા 3 ફાયર ફાઈટરો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે કંપનીમાં આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાપ્તથતી વિગતો અનુસાર દુર્ધટનામાં કોઈ પણ જાનહાનિની થઈ નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
