Bharuch : અંકલેશ્વરની પાનોલી GIDCમાં ભીષણ આગ, 10થી વધુ ફાયર ટેન્કર ઘટના સ્થળે, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી છે. પાનોલીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી છે. પાનોલીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા 10થી વધુ ફાયર ટેન્કરએ આગ પર કાબૂ મેળવ્યો છે. સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
ઉલ્લેખનીય છે કે સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. કંપનીમાં રહેલા અત્યંત જ્વલનશીલ કેમિકલને કારણે આગ લાગવાની ઘટના બની હતી. ટોલ્વિન કેમિકલની ટેન્કમાં આગ લાગ્યા વિકરાટ સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ તેમજ GPCBએ તપાસ શરૂ કરી છે. આગના પગલે નજીકમાં આવેલા સંજાલી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
