Bharuch : શુક્લતીર્થ ગામના ભાગીતળ મેળાને નડ્યું વરસાદનું વિધ્ન ! માવઠાના કારણે મેળામાં કાદવ-કિચડનું સામ્રાજ્ય, જુઓ Video
અરબ સાગરમાં ડિપ્રેશનના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. માવઠાના કારણે ખેડૂતોના પાકને તો નુકસાન થયું છે. ત્યારે ભરુચના શુક્લતીર્થ ગામે દેવ દિવાળીના ભાગીતળ મેળાને પણ વરસાદ નડ્યો છે.
અરબ સાગરમાં ડિપ્રેશનના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. માવઠાના કારણે ખેડૂતોના પાકને તો નુકસાન થયું છે. ત્યારે ભરુચના શુક્લતીર્થ ગામે દેવ દિવાળીના ભાગીતળ મેળાને પણ વરસાદ નડ્યો છે. દેવ દિવાળી પર શુક્લતીર્થ ગામે ભાગીતળ મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં આસપાસના ગામનો લોકો મેળામાં મજા કરવા આવે છે.
ભાગીતળ મેળાને નડ્યું વરસાદનું વિધ્ન !
ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેવ ઉઠી અગિયારસનાં દિવસે મેળો યોજાય છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે. તેમજ કેટલાક લોકો વસ્તુઓ વેચીને પણ રોજગારી મેળવતા હોય છે. પરંતુ માવઠાનાં કારણે મેળામાં કાદવ-કિચડનું સામ્રાજ્ય જામ્યું છે. તેમજ મેળામાં વેપાર કરવા માટે આવેલા લોકોને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
