Breaking News : સાયખા GIDCમાં વિસ્ફોટ બાદ લાગી વિકરાળ આગ, 2ના મોત,2 ગુમ, જુઓ Video
ભરુચના સાયખા GIDCમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. GIDCમાં આવેલી વી.કે. ફાર્મા નામની કંપનીમાં વિસ્ફોટ બાદ આગ ભભૂકી હતી. જેમાં 2 વ્યક્તિના મોત થયા છે.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ભરુચના સાયખા GIDCમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. GIDCમાં આવેલી વી.કે. ફાર્મા નામની કંપનીમાં વિસ્ફોટ બાદ આગ ભભૂકી હતી. જેમાં 2 વ્યક્તિના મોત થયા છે. વિસ્ફોટ બાદ આગ વધુ વિકરાળ બનતા આસપાસના વિસ્તારમાં ધુમાડો દૂર-દૂર સુધી જોવા મળ્યો હતો.
કંપનીમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ધુમાડો વધારે હોવાથી સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ સમસ્યા સર્જાઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે. તેમજ 2 વ્યક્તિની હજુ પણ કોઇ ભાળ નથી. આગ લાગવાની ઘટનાની જાણ ફાયરવિભાગને કરવામાં આવતાની સાથે જ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે.
