આજનું હવામાન : ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી, જુઓ Video
ગુજરાતમાં અત્યારે બેવડી સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. દિવસ દરમિયાન સામાન્ય ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે એટલે કે હવે ગુજરાતમાં શિયાળો તેની રફ્તાર પકડી રહ્યો છે પણ આ તમામની વચ્ચે એક આગાહી એવી છે જેણે દક્ષિણ ગુજરાતમાં 22 તારીખ સુધી કેટલાક જીલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં અત્યારે બેવડી સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. દિવસ દરમિયાન સામાન્ય ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે એટલે કે હવે ગુજરાતમાં શિયાળો તેની રફ્તાર પકડી રહ્યો છે પણ આ તમામની વચ્ચે એક આગાહી એવી છે જેણે દક્ષિણ ગુજરાતમાં 22 તારીખ સુધી કેટલાક જીલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાનમાં ફરી એકવાર ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ડાંગ, વલસાડ અને નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, બંગાળના ઉપસાગરમાં નવા વાવાઝોડાની રચના થવાની સંભાવના છે. જો આ સિસ્ટમ મજબૂત બને તો તેનો સીધો પ્રભાવ ગુજરાતના દક્ષિણ ભાગો પર જોવા મળી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ભેજ વધતા હળવા વરસાદના એંધાણ મળી રહ્યા છે.
ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી !
અંબાલાલ પટેલનું માનવું છે કે 22 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. જેમાં ડાંગ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં મેઘગર્જના સાથે છાંટા પડી શકે છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે ઓક્ટોબર અંતમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારોમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ફરી વરસાદી માહોલ સર્જાશે. રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગોમાં ઠંડીની શરૂઆત સાથે જ ભેજી હવા અને વાદળછાયા માહોલનું પ્રભાવ વધશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે. ડિસેમ્બમાં હાડ થીજવતી ઠંડીની આગાહી તેમણે કરી છે. આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાના કારણે પણ ગુજરાતના હવામાન પર અસર થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. 23મી ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે. નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે.

