રાજકીય વગ ધરાવનારા કોન્ટ્રાકટરોએ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યોઃ સાંસદ મનસુખ વાસાવા
સાંસદ મનુસખ વસાવાએ ટીવી9ને જણાવ્યું કે, રાજકીય વગ ધરાવનારા લોકો કોન્ટ્રાકટર બની ગયા છે. હુ સરકારનો વિરોધી નથી પરંતુ સરકારી પૈસાથી જે હલકુ કામ થાય છે તેનો વિરોધી છું. બે મહિનામાં જ તિરાડ પડી જાય તેવુ કામ કર્યું છે.
પ્રજાએ ભરેલા વેરાના રૂપિયામાંથી ભરૂચ જિલ્લામાં બનાવવામાં આવી રહેલા રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. આ વાત કોઈ સામાન્ય નાગરિક કે, વિપક્ષના કાર્યકર કે નેતા નથી કહેતા પરંતુ કહી રહ્યાં છે, નાગરિકોના મતથી ચૂંટાયેલા ભાજપના સાંસદ. ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવા નેત્રગ અને ઝઘડીયા તાલુકાના લોકસંપર્ક પ્રવાસે ગયા હતા. આ સમયે ત્યાં બનેલા રોડની સ્થળ તપાસ કરી હતી. જેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું ખુદ રોડ બનાવનારા કોન્ટ્રાકટરે કબૂલાત કરી હતી.
સાંસદ મનુસખ વસાવાએ ટીવી9ને જણાવ્યું કે, રાજકીય વગ ધરાવનારા લોકો કોન્ટ્રાકટર બની ગયા છે. હુ સરકારનો વિરોધી નથી પરંતુ સરકારી પૈસાથી જે હલકુ કામ થાય છે તેનો વિરોધી છું. બે મહિનામાં જ તિરાડ પડી જાય તેવુ કામ કર્યું છે. કોન્ટ્રાકટરે ભરૂચમાં પેટા કોન્ટ્રાક્ટ આપ્યો છે. પેટા કોન્ટ્રાકટરોની જવાબદારી નથી હોતી. આથી ડામરને બદલે તે કોન્ટ્રાકટરોએ ઓઈલનો ઉપયોગ કર્યો હતો. જવાબદાર અધિકારીઓએ પણ સ્થળ તપાસ કરી છે. પણ પેટા કોન્ટ્રાકટર સામે પગલાં લઈ શકાય તેમ નથી તેથી સંબધિત વિભાગના ઈજનેર સામે પગલા ભરાશે.
આ પણ વાંચોઃ Ahmedabad : DEO કચેરીની મંજૂરી વગર સેવન્થ ડે સ્કૂલ ચાલી રહી હોવાનું ખુલ્યું, તપાસમાં થયા અનેક મોટા ખુલાસા, જુઓ Video
