Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Radhika Wedding : વૈભવી પરિવારના લગ્ન સમારંભે 100000 થી વધુ નોકરીઓનું સર્જન કર્યું, લોકલ ઈકોનોમીમાં પ્રાણ ફૂંક્યો

ઘરનો નાનો દીકરો સૌથી પ્રિય હોય છે…જો આને અનંત અંબાણીના સંદર્ભમાં જોવામાં આવે, તો તમે જોશો કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના લાડલાના લગ્નમાં કેટલો ભવ્ય ખર્ચ કરી રહ્યા છે.

Anant Radhika Wedding : વૈભવી પરિવારના લગ્ન સમારંભે 100000 થી વધુ નોકરીઓનું સર્જન કર્યું, લોકલ ઈકોનોમીમાં પ્રાણ ફૂંક્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2024 | 2:28 PM

ઘરનો નાનો દીકરો સૌથી પ્રિય હોય છે…જો આને અનંત અંબાણીના સંદર્ભમાં જોવામાં આવે, તો તમે જોશો કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના લાડલાના લગ્નમાં કેટલો ખર્ચ કરી રહ્યા છે. માનવામાં આવે છે કે અંબાણી પરિવાર દ્વારા અત્યાર સુધીનો આ સૌથી મોટો લગ્ન ખર્ચ છે.

Pre-Wedding Ceremony જામનગરમાં યોજાઈ હતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ રહયા છે. ગુજરાતના જામનગરમાં ગત 1 માર્ચથી તેમના લગ્નની ઉજવણી શરૂ થઇ હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરનાર આ દંપતી આગામી 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. અનંતે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેના પરિવારના ઈતિહાસમાં તેના મહત્વને કારણે તેણે પ્રિ વેડિંગ સેરેમની માટે જામનગરની પસંદગી કરી હતી.

છ મહિનામાં 1,00,000 થી વધુ નોકરીઓનું સર્જન થયું

લગ્ન પહેલાના સેલિબ્રેશનથી સ્થાનિક અર્થતંત્રને પણ ઘણો ફાયદો કર્યો છે. છ મહિનામાં 1,00,000 થી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આ રોજગારોમાં રસોઇયા, ડ્રાઇવર, સ્ટાફ, ડેકોરેટર અને કારીગરો સહીત સેંકડો નોકરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇવેન્ટ પ્લાનિંગ થકી પણ અનેક લોકોને નાની મોટી રોજગારી મળી હતી. રોજગારીની તકોના પ્રવાહે સ્થાનિક વ્યવસાયને ભારે પ્રોત્સાહન આપ્યું છે, જે દર્શાવે છે કે આવા હાઈ-પ્રોફાઇલ સેલિબ્રેશન્સની સકારાત્મક સામાજિક-આર્થિક અસર કેટલી મોટી હોઈ શકે છે.

Saliva Falling : સૂતી વખતે મોંમાંથી લાળ પડતી હોય તો આ ગંભીર રોગોની હોઈ શકે નિશાની
Liver Failure Symptoms : તમારું લીવર ફેલ થતાં પહેલા દેખાય છે આ લક્ષણ
Tulsi Plant : કયા લોકોએ પોતાના ઘરમાં તુલસીનો છોડ ન રાખવો જોઈએ?
ભારત-પાકિસ્તાન મેચ માટે 3.5 કરોડ રૂપિયાનો VIP બોક્સ
Career: વિશ્વના 5 સૌથી ખાસ વ્યવસાય, જેની 2025 માં રહેશે ડિમાન્ડ
ભારતીય ક્રિકેટરે બોલિવૂડ અભિનેત્રી સાથે કરોડોનું ઘર ખરીદ્યું

અનંત-રાધિકાના લગ્ન સમારોહને કારણે જામનગર, રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં સતત ત્રણ મહિના સુધી પર્યટનને પણ વેગ આપ્યો છે, જે સાંસ્કૃતિક અને આર્થિક મહત્વના સ્થળ તરીકે જામનગરની પ્રતિષ્ઠામાં વધારો કરે છે.

50 યુગલો માટે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના Grand Prix Weddingની ઉજવણી દરમિયાન અંબાણી પરિવારે તાજેતરમાં 50 યુગલો અને તેમના પરિવારો માટે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. આ આયોજન મોટા અને વૈભવી પારિવારિક પ્રસંગની શરૂઆત સાથે જરૂરિયાતમંદોની સેવાની પરંપરાનું મૂલ્ય વર્ણવે છે જેનાથી સમુદાય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા મજબૂત બની છે. આ પહેલ અનંત અંબાણીએ તેમના પ્રેમની ઉજવણીમાં દેશ અને સમાજને કેવી રીતે રિટર્ન આપી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પ્રવાસન ઉદ્યોગમાં આવી તેજી

અનંત અંબાણીના લગ્નને લઈને અત્યાર સુધીની તૈયારીઓ પર નજર કરીએ તો મુકેશ અંબાણીએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે. જો આપણે નજીકથી નજર કરીએ તો આપણે જોઈશું કે જામનગરમાં અનંત અંબાણીની પ્રથમ પ્રી-વેડિંગ સેલિબ્રેશન પહેલા ‘વનતારા’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જામનગર રિફાઈનરીની આસપાસના ગામડાઓના લોકો માટે મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ફિલ્મ જગતની સાથે સાથે રમતગમતની દુનિયા, મોટા ઉદ્યોગપતિઓ અને સમગ્ર વિશ્વમાંથી રાજકારણ સાથે સંકળાયેલા લોકો આ કાર્યક્રમનો ભાગ બનવા આવ્યા હતા. તેમના માટે ટેન્ટ સિટી બનાવવામાં આવી હતી. સિતારાઓની મુલાકાત આકર્ષણ બન્યા અને જામનગર અને આસપાસના વિસ્તારનો પ્રવાસન ઉદ્યોગ તેજીમાં આવ્યો છે.

આ પણ વાંચો : અનંત-રાધિકાની ગરબા નાઈટ ખુદ દાદી કોકિલાબેને કરી હોસ્ટ, સામે આવ્યા ઈનસાઈડ Video

રાજકોટ હોસ્પિટલની ઘટનાને લઈ ગુજરાતની ગરિમા લજવાઈ
રાજકોટ હોસ્પિટલની ઘટનાને લઈ ગુજરાતની ગરિમા લજવાઈ
સુરતમાં ફરી વિદ્યાર્થીઓના સીન સપાટાનો વીડિયો વાયરલ !
સુરતમાં ફરી વિદ્યાર્થીઓના સીન સપાટાનો વીડિયો વાયરલ !
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
g clip-path="url(#clip0_868_265)">