અનંત-રાધિકાની ગરબા નાઈટ ખુદ દાદી કોકિલાબેને કરી હોસ્ટ, સામે આવ્યા ઈનસાઈડ Video

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન અનંત અંબાણીના દાદી કોકિલાબેને કર્યું હતું. ફિલ્મ સ્ટાર્સે પણ તેમાં ભાગ લીધો હતો અને હવે તેની ઝલક સામે આવી છે.

અનંત-રાધિકાની ગરબા નાઈટ ખુદ દાદી કોકિલાબેને કરી હોસ્ટ, સામે આવ્યા ઈનસાઈડ Video
Anant Radhika Garba night
Follow Us:
| Updated on: Jul 05, 2024 | 12:36 PM

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાના બની જશે. લગ્ન પહેલા જરૂરી વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેઓ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે જ આયોજિત કરવામાં આવી રહ્યા છે. પરિવારના સભ્યો, સંબંધીઓ અને ખાસ મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. આગલા દિવસે મામેરુ ફંક્શન બાદ જ ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઈવેન્ટનું આયોજન અનંત અંબાણીના દાદી કોકિલાબેન એ કર્યુ હતું. તેની ઝલક હવે સામે આવી છે. આ સાથે ગરબા નાઈના ઈનસાઈડ વીડિયો પણ સામે આવી રહ્યા છે.

ઈનસાઈડ વીડિયો આવ્યા સામે

સામે આવેલા વીડિયોમાં તમે વીર પહાડિયાને સ્ટેજ પર પરફોર્મ કરતા જોઈ શકો છો. એટલું જ નહીં, ઘણા મહેમાનો સ્ટેજની સામે જ ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં કોકિલાબેન અંબાણી ઉભેલા દેખાઈ રહ્યા છે. આ ગરબા નાઈટને ખુદ કોકિલાબેન એ હોસ્ટ કરી હતી. ગરબાના બીટ પર લોકોને મંત્રમુગ્ધ કરનાર સિંગર પૃથ્વી ગોહિલ પણ મસ્તી કરતા જોવા મળે છે. પૃથ્વી ગોહિલે ભૂતકાળમાં અંબાણી પરિવારના અનેક કાર્યક્રમોમાં પરફોર્મ કર્યું છે .

આ બીમારીઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે બીયર
ઉંમરના હિસાબે કેટલુ હોવું જોઈએ Blood Pressure? જાણો અહીં
કેટલુ ભણેલા છે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ- જાણો
શું કફ સિરપ પીધા પછી પાણી પી શકાય ?
વરસાદી માહોલમાં કડક ચા સાથે એક બેટરમાંથી બનાવેલા 8 પ્રકારના ભજીયાની મજા માણો
PM મોદીનું વિમાન કેટલો સમય હવામાં રહી શકે છે?

ડેકોરેશનથી જગમગી ઉઠ્યું એન્ટિલિયા

જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તમે અંદરના ફ્લોરલ ડેકોરેશનની ઝલક જોઈ શકો છો. આખો હોલ રાધા-કૃષ્ણની મૂર્તિઓથી શણગારવામાં આવ્યો છે. ગુજરાતી વાઇબ સાથેના આ શણગારને ગુલાબી અને સફેદ રંગના કોમ્બિનેશનથી સજાવવામાં આવ્યું છે. વીડિયોમાં દેખાતી સુંદર સજાવટ તમારું દિલ જીતી લેશે. આટલું જ નહીં અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ગરબા પરફોર્મન્સ જોવા મળી રહ્યો છે.

લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે

સમૂહ લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ અંબાણી પરિવારમાં લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. બુધવારે ‘મામેરુ’ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે ગુરુવારે ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેક વ્યક્તિ થીમ પ્રમાણે પોશાક પહેરેલા જોવા મળ્યા હતા. બધાએ ગુજરાતી સ્ટાઈલના ઘાગરા-ચોલી અને કુર્તા-પાયજામા પહેર્યા હતા. હવે આ ફંક્શનની એકથી વધુ વિચિત્ર તસવીરો વાયરલ થઈ રહી છે. બસ, હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બહુ દૂર નથી, 12 જુલાઈના રોજ બંને સાત ફેરા લેશે અને લગ્ન કર્યા બાદ તેઓ પતિ-પત્ની કહેવાશે.

Latest News Updates

અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
g clip-path="url(#clip0_868_265)">