Share Market : કોરોનના કહેરની અસર બજારમાં દેખાઈ , SENSEX અને NIFTY માં ભારે ઘટાડો નોંધાયો

આજે સાપ્તાહિક કારોબારના પહેલા દિવસે ફરી એક વાર કોરોનાની અસર શેર બજાર(Share Market) પર જોવા મળી રહી છે.

  • Publish Date - 9:43 am, Mon, 19 April 21
Share Market : કોરોનના કહેરની અસર બજારમાં દેખાઈ , SENSEX અને NIFTY માં ભારે ઘટાડો નોંધાયો
શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે

આજે સાપ્તાહિક કારોબારના પહેલા દિવસે ફરી એક વાર કોરોનાની અસર શેર બજાર(Share Market) પર જોવા મળી રહી છે. બજારના બંને ઇન્ડેક્સ મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 891.22 પોઇન્ટ અને નિફ્ટી 311.25 પોઇન્ટ ઘટીને ખુલ્યા છે.

પ્રારંભિક સત્રમાં શેરબજારની સ્થિતિ – સવારે 9.37 વાગે 

Market SENSEX NIFTY
Index 47,486.31 14,234.90
Loss −1,345.72 (2.76%) −382.95 (2.62%)

આ અગાઉ શુક્રવારે બજારોમાં નજીવો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 28.35 અંક વધીને 48,832.03 ની સપાટીએ બંધ રહ્યો હતો તો નિફ્ટી 36.40 અંક વધીને 14,617.85 પર બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સ 47,468.20 સુધી નીચલા સ્તરે નોંધાયા છે જયારે નિફટી 14,203.15 સુધી સરક્યો હતો.

પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ ૧૦૦૦ અંક કરતા વધુ ગગડી ચુક્યો છે જયારે નિફટી ૩૮૦ અંક કરતા વધુ નુકશાન દર્જ કરી ચુક્યો છે. ભારતમાં કોરોનની બીજી લહેર સાથે અચાનક મોટી સંખ્યામાં સંક્રમણના મામલા વધતા રોકાણકારોમાં ભય છે. FPI એ પણ ૪૬૧૫ કરોડ બજારમાંથી ઉપાડી લીધા છે.

પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.

SENSEX

Open 47,940.81
High 47,940.81
Low 47,468.20

NIFTY

Open 14,306.60
High 14,326.10
Low 14,203.15

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati