Navratri 2025
મંત્ર
या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
દરેક જીવોમાં શક્તિના રૂપમાં વાસ કરનારી દેવીને વારંવાર નમસ્કાર છે. જે તમામ જીવોમાં શક્તિ તરીકે રહે છે. આ મંત્રમાં માતા દુર્ગાની સ્તુતિ કરવામાં આવી છે. જે સમગ્ર સૃષ્ટિના દરેક જીવની અંદર શક્તિના રૂપમાં બિરાજે છે. શક્તિનો અર્થ માત્ર શારીરિક શક્તિ જ નથી, પરંતુ તેમાં માનસિક, આધ્યાત્મિક શક્તિનો પણ સમાવેશ થાય છે. મા દુર્ગાને આ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં કામ કરે છે. તે વિશ્વના તમામ જીવોને શક્તિ, હિંમત, ઊર્જા અને જીવનશક્તિ પ્રદાન કરે છે. આ મંત્ર દ્વારા આપણે દેવીને વારંવાર પ્રણામ કરીએ છીએ અને દેવી પોતાની શક્તિથી આપણને હંમેશા બચાવતા રહે એ માટે વારંવાર માતાને વંદન કરીને પ્રાર્થના કરીએ છીએ.
આર્ટિકલ
વીડિયો
વેબ સ્ટોરી
View Moreગેલેરી
કઈ રાશિના જાતકોને ચાંદી પહેરવાથી મળશે સૌથી વધુ લાભ ? જાણી લો
6 Images
વિરાટ કોહલીની નજર હેટ્રિક પર
6 Images
બોલીવુડમાં ડંકો વગાડનાર ખાનદાનની 'કપૂર' અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
10 Images
ઘરમા લાગેલા 32, 43, કે 55 ઇંચના TVને કેટલું દૂર બેસીને જોવું જોઈએ?
7 Images
5 ડિસેમ્બરના રોજ ફરી ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીમાં પણ ઘટાડો
8 Images
ઘરે ઉગાડો ચેરીનો છોડ, બજારમાંથી ખરીદવાની જરુર નહીં પડે
7 Images
હોસ્પિટલમાં આગ લાગે તો જવાબદાર કોણ?
11 Imagesસમાચાર
શારદીય નવરાત્રી 2025:
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે શક્તિની ભક્તિનો અનોખો ઉત્સવ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાતમાં નવરાત્રીમાં ગરબાનું અનોખું મહત્વ છે. ગુજરાતમાં બે નવરાત્રીની ઉજવણી કરવામા આવે છે. એક ચૈત્રી નવરાત્રી અને બીજી આસો નવરાત્રી. ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ નવરાત્રી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. ગુજરાતમાં નવરાત્રીનો અનોખો માહોલ હોય છે, યુવાનોથી લઇને બાળકો, વૃદ્ધો તમામ લોકો ઉત્સાહ સાથે ગરબા-રાસમાં ભાગ લે છે અને માતાજીના ગરબા ભક્તિભાવપૂર્વક ગાય છે.