અમદાવાદના રિવફ્રન્ટ પર સાબરમતીના વહ્યાં ધસમસતા પાણી, વાસણા બેરેજના 25 ગેટ ખોલાયા, જુઓ Video
ગુજરાત પર વરસાદી સિસ્ટમો સક્રિય થતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે. જેના પગલે સાબરમતી નદીમાં પાણી છોડાતા અમદાવાદ સહિત ત્રણ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે.

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ પરથી સાબરમતીના પાણી વહી રહ્યાં છે. ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રિવરફ્રન્ટ ખાતે પાણીનો ધસમસતા પ્રવાહ વહી રહ્યો છે. સંત સરોવરમાંથી હાલ સાબરમતી નદીમાં 60 હજાર ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર તંત્ર દ્વારા ગઈકાલથી જ વાસણા બેરેજના 25 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજની બીજી તરફ નદીમાં પાણીની પુષ્કળ જાવક થઈ છે. હાલ વાસણા બેરેજમાંથી નદીમાં 51 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે સાબરમતી નદી નજીક આવેલા અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને નડિયાદ જિલ્લાના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો