AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદીઓ માટે માઠા સમાચાર! ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ લાંબો સમય રહી શકે છે બંધ, IIT રૂડકી દ્વારા કરવામાં આવશે તપાસ, જુઓ Video

અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે તાત્કાલિક અસરથી બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઘટનાને પગલે IIT રૂડકી દ્વારા બ્રિજના તમામ છ સ્પાનની ઉંડાણપૂર્વક અને સઘન તપાસ હાથ ધરવામાં આવશે.

અમદાવાદીઓ માટે માઠા સમાચાર! ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ લાંબો સમય રહી શકે છે બંધ, IIT રૂડકી દ્વારા કરવામાં આવશે તપાસ, જુઓ Video
Ahmedabad
Harin Matravadia
| Edited By: | Updated on: Dec 06, 2025 | 2:14 PM
Share

અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે તાત્કાલિક અસરથી બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઘટનાને પગલે IIT રૂડકી દ્વારા બ્રિજના તમામ છ સ્પાનની ઉંડાણપૂર્વક અને સઘન તપાસ હાથ ધરવામાં આવશે. નિષ્ણાંત કન્સલ્ટન્ટ દ્વારા થનારી આ તપાસમાં નોંધપાત્ર સમય લાગી શકે છે, અને તપાસના અહેવાલ બાદ જ બ્રિજનું રીપેરીંગ કરવું કે કેમ તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ સંજોગોમાં સુભાષ બ્રિજ લાંબા સમય સુધી, કદાચ કેટલાક મહિનાઓ સુધી પણ બંધ રહી શકે તેવી સંભાવના છે.

ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ લાંબો સમય રહી શકે છે બંધ !

સુભાષ બ્રિજ બંધ થતાં અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને દધીચિ બ્રિજ અને ઇન્દિરા બ્રિજ જેવા વૈકલ્પિક માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિવિધ ટ્રાફિક પોઈન્ટ્સ પર પોલીસનો વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ટ્રાફિકને યોગ્ય રીતે ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ખુદ ફિલ્ડમાં ઉતરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.

જુઓ Video

ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે, સુભાષ બ્રિજમાં ટેકનિકલ ખામીના કારણે તેને બંધ કરવો પડ્યો છે અને તેનો ભાર દધીચિ અને ઇન્દિરા બ્રિજ પર આવ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે જ્યાં જ્યાં ટ્રાફિક છે ત્યાં ત્રણ શિફ્ટમાં માણસોને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. વાડજ જંકશન જેવા મુખ્ય પોઈન્ટ્સ પર પણ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો બ્રિજ લાંબા સમય સુધી બંધ રાખવો પડે તો લોકોને મુશ્કેલી ન પડે તે માટે લાંબા ગાળાનું આયોજન પણ વિચારાઈ રહ્યું છે, જેમાં વૈકલ્પિક બ્રિજો પરનું ભારણ ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. ટ્રાફિક વિભાગ દ્વારા રોજેરોજ ટ્રાફિકનું એનાલિસિસ કરીને તેને ઓછું કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સવાર અને સાંજની પીક અવર્સ દરમિયાન લોકો પોતાના કામ માટે જાય ત્યારે તેમને કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">