AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2025 : તમારા માટે આ છેલ્લી તક ! 31 ડિસેમ્બર પહેલા આટલા અગત્યના કામ જરૂરથી પૂર્ણ કરો

ડિસેમ્બરની શરૂઆત સાથે જ ટેક્સ, બેંકિંગ અને સરકારી દસ્તાવેજો સંબંધિત કાર્યોની Deadline નજીક આવી રહી છે. એવામાં ચાલો સમજીએ કે, 31 ડિસેમ્બર પહેલાં તમારે કયા કયા કામ પૂર્ણ કરવાના રહેશે.

Year Ender 2025 : તમારા માટે આ છેલ્લી તક ! 31 ડિસેમ્બર પહેલા આટલા અગત્યના કામ જરૂરથી પૂર્ણ કરો
Image Credit source: AI Generated
| Updated on: Dec 08, 2025 | 8:04 PM
Share

ડિસેમ્બરની શરૂઆત સાથે જ ટેક્સ, બેંકિંગ અને સરકારી દસ્તાવેજો સંબંધિત કાર્યોની Deadline નજીક આવી રહી છે. જો તમે PAN-આધાર લિંકિંગ, ITR ફાઇલિંગ અને એડવાન્સ ટેક્સ પેમેન્ટ જેવા કામને મુલતવી રાખતા હોવ, તો હવે સતર્ક રહેવાનો સમય આવી ગયો છે.

આ બધી ડેડલાઇન તમારા ટેક્સ પ્રોફાઇલ, બેંકિંગ અને રોકાણ સાથે જોડાયેલી છે. એવામાં ચાલો સમજીએ કે, 31 ડિસેમ્બર પહેલાં તમારે કયા કયા કામ પૂર્ણ કરવાના રહેશે.

એડવાન્સ ટેક્સ: ’15 ડિસેમ્બર’ છેલ્લી તક

જો TDS કપાયા બાદ તમારી ટેક્સ લાયબિલિટી 10,000 રૂપિયા કરતાં વધુની છે, તો એડવાન્સ ટેક્સ ભરવો ફરજિયાત છે. આનો ત્રીજો હપ્તો જમા કરાવવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે. એવામાં જો વિલંબ (Late) થશે, તો વ્યાજ અને દંડ બંને લાગી શકે છે.

Belated ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ’31 ડિસેમ્બર’

શું તમે નાણાકીય વર્ષ 2024-25 માટેનું તમારું ITR ફાઇલ કર્યું નથી? તો પછી તમારી પાસે 31 ડિસેમ્બર સુધીમાં Belated ITR ફાઇલ કરવાની છેલ્લી તક છે.

  1. ₹5 લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે લેટ ફી: ₹1,000
  2. ₹5 લાખથી વધુ આવક ધરાવતા લોકો માટે લેટ ફી: ₹5,000

જો તમે આ તારીખ ચૂકી જાઓ છો, તો તમે આ વર્ષના અંતમાં તમારું રિટર્ન ફાઇલ કરી શકશો નહીં.

પાન-આધાર લિંકિંગ: ’31 ડિસેમ્બર’ છેલ્લી તારીખ

ધ્યાન રાખો કે, જેમનો આધાર નંબર 1 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જનરેટ થયો છે, તેમણે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં PAN-આધાર લિંકિંગ પૂર્ણ કરવું જરૂરી છે. લિંકિંગ નહીં થાય, તો

  1. PAN ઇનએક્ટિવ કરવામાં આવશે.
  2. બેંકિંગ સર્વિસ ખોરવાઈ જશે.
  3. ડીમેટ અને રોકાણ સંબંધિત કામ બંધ થઈ જશે.
  4. ITR ફાઇલિંગ કરવામાં મુશ્કેલી આવશે.

આ પ્રોસેસ ઈ-ફાઇલિંગ પોર્ટલ અને SMS બંને દ્વારા કરી શકાય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના: 31 ડિસેમ્બર સુધીમાં અરજી કરો

ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડતી પીએમ આવાસ યોજના માટે અરજી કરવાની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રસ ધરાવતા લાભાર્થીઓ તેમના આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર અને રહેઠાણ પ્રમાણપત્ર સાથે ઓનલાઈન અરજી કરી શકે છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">