Big Offer : ભારતીયો માટે રશિયાના દરવાજા ખુલ્લા ! પુતિનની ભારતીયોને મોટી ઓફર, રશિયામાં સીધી એન્ટ્રી; કોઈ લેંગ્વેજ ટેસ્ટ નહીં
ભારતીયોને હવે રશિયા આમંત્રિત કરી રહ્યું છે. તાજેતરમાં રશિયાએ ભારતીયો માટે પોતાના દરવાજા ખુલ્લા કરી દીધા છે અને પુતિનની મોટી ઓફર અંતર્ગત હવે રશિયામાં સીધી એન્ટ્રી શક્ય બની શકે છે.

રશિયા 15 એપ્રિલ, 2026 થી ભારતને ધ્યાનમાં રાખીને સ્કિલ્ડ વિદેશી નાગરિકો માટે Residence Process શરૂ કરશે. આ પહેલ હેઠળ વિજ્ઞાન, ટેકનોલોજી, ઉદ્યોગ, રમતગમત, કલ્ચર અથવા શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને નિષ્ણાત ગણવામાં આવશે.
3 વર્ષની TRP અથવા PRP મેળવી શકાશે
રશિયા 15 એપ્રિલ, 2026 થી ભારતને ધ્યાનમાં રાખીને સ્કિલ્ડ વિદેશી નાગરિકો માટે Residence Process શરૂ કરશે. આ પહેલ હેઠળ વિજ્ઞાન, ટેકનોલોજી, ઉદ્યોગ, રમતગમત, કલ્ચર અથવા શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને નિષ્ણાત ગણવામાં આવશે. તેઓ ત્રણ વર્ષની ટેમ્પરરી રેસિડેન્સ પરમિટ (TRP) અથવા ડાયરેક્ટ પરમેનન્ટ રેસિડેન્સ પરમિટ (PRP) મેળવી શકે છે.
મહત્વનું એ છે કે, તેમને રશિયન ભાષા, ઇતિહાસ અને કાયદાની પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં. આ યોજના રશિયાના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતા પ્રતિભાશાળી વ્યક્તિઓને આકર્ષવા માટે બનાવવામાં આવી છે, જે ક્વોટા અને પરીક્ષાની આવશ્યકતાઓને દૂર કરે છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમની ભારત મુલાકાત પહેલા જ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા.
‘લેંગ્વેજ ટેસ્ટ’ નહીં આપવી પડે
આ યોજના વિદેશી નાગરિકો અને તેમના પરિવારો માટે ખુલ્લી છે, જેઓ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ઉદ્યોગ, શિક્ષણ, સંસ્કૃતિ, વ્યવસાય અથવા રમતગમતમાં કામ કરે છે. તેઓ કોઈપણ Immigration Quota અથવા Russian Language Proficiency Test વિના ત્રણ વર્ષ માટે Temporary Residence માટે અરજી કરી શકે છે.
અધિકારીઓએ સમજાવ્યું કે, આ કાર્યક્રમ બે તબક્કામાં કાર્યરત રહેશે. પ્રથમ, અરજદારો તેમની વિનંતી નિયુક્ત એજન્સીને સબમિટ કરશે. જો એજન્સી તેમને લાયક માને છે, તો તેઓ બીજા તબક્કામાં આગળ વધશે અને Temporary અથવા Permanent Residence માટે ઇમિગ્રેશન અધિકારીઓને અરજી કરશે.
‘બિઝનેસ વિઝા’ પણ મળશે
એજન્સી તરફથી મળેલી મંજૂરી એક વર્ષ માટે માન્ય રહેશે. આ સમયગાળા દરમિયાન અરજદારે રહેઠાણ માટે અરજી કરવી જરૂરી છે. અરજદાર પોતાના દેશમાંથી એજન્સીને ડિજિટલ રીતે મોકલવા માટેની અરજી પૂર્ણ કરી શકે છે. જો અરજી મંજૂર થાય છે, તો આ વ્યક્તિઓ અને તેમના પરિવારોને રશિયામાં પ્રવેશવા તેમજ રહેઠાણ પ્રક્રિયા શરૂ કરવા માટે એક વર્ષનો બિઝનેસ વિઝા મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સફળ અરજદારો અને તેમના આશ્રિતો (Dependents) ને રહેઠાણ અરજીની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે અલગ વર્ક પરમિટ વિના રશિયામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. અધિકારીઓ પાસેથી અરજી સ્વીકાર્યાના 30 દિવસની અંદર Temporary અથવા Permanent Residence માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
