AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 વર્ષ મોટા દિર્ગદર્શક સાથે પહેલા લગ્ન, 4 બાળકના પિતા સાથે કર્યા બીજા લગ્ન, આવો છે હેલનનો પરિવાર

અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી હેલનનો જન્મ 21 નવેમ્બર, 1938ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હેલનના પિતાનું અવસાન થયું, જેના કારણે તેના પરિવારને ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો હતો.આજે હેલન ખાન પરિવારની વહુ છે.

| Updated on: Nov 28, 2025 | 7:17 AM
Share
હેલન એન રિચાર્ડસન ખાનનો જન્મ 21 નવેમ્બર 1938 રોજ થયો છે. જે હેલન તરીકે ઓળખાય છે, હેલન ભારતીય અભિનેત્રી અને ડાન્સર રહી ચૂકી છે. તેમણે 500 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે,

1 / 13
70 વર્ષની કારકિર્દીમાં હેલનને એક ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. 2009માં હેલનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી. તો આજે આપણે હેલનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

2 / 13
આવો છે હેલનનો પરિવાર

આવો છે હેલનનો પરિવાર

3 / 13
 હેલન એન રિચાર્ડસનનો જન્મ 21 નવેમ્બર 1938ના રોજ રંગૂનમાં થયો હતો.તેમના પિતાનું નામ જ્યોર્જ ડેસ્મિયર હતું અને તેમની માતાનું નામ માર્લીન હતું. તેમને રોજર નામનો એક ભાઈ અને જેનિફર નામની એક બહેન છે.

4 / 13
તેમના પિતાનું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અવસાન થયું. ત્યારબાદ પરિવાર 1943માં બર્માના જાપાની કબજામાંથી બચવા માટે આસામના ડિબ્રુગઢ ગયો. હેલને 1964માં એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતુ.

5 / 13
હેલનના પહેલા લગ્ન 1957માં ફિલ્મ દિગ્દર્શક પ્રેમ નારાયણ અરોરા સાથે થયા હતા, જે તેમનાથી 27 વર્ષ મોટા હતા. 1974માં તેમણે છૂટાછેડા લીધા હતા.1981માં હેલને બોલીવુડના જાણીતા પટકથા લેખક સલીમ ખાન સાથે લગ્ન કર્યા. સલીમ ખાન પહેલાથી જ પરિણીત હતા અને ચાર બાળકોના પિતા હતા

6 / 13
હેલન ખાન પરિવારમાં આવી. હેલનના બધા સાવકા બાળકો તેમની સાથે ગાઢ સંબંધ ધરાવે છે, હેલન સલીમ ખાનની પહેલી પત્ની સલમા ખાન સાથે રહે છે. તેમણે એક પુત્રી, અર્પિતા ખાન, દત્તક લીધી છે.

7 / 13
અભિનેત્રી કેબરે ડાન્સને લોકપ્રિય બનાવ્યો. બોલિવુડ ઈન્ડસ્ટ્રીની પહેલી આઇટમ ગર્લ તરીકે જાણીતી કુક્કુ મોરેએ હેલનને ફિલ્મોમાં પરિચય કરાવ્યો.

8 / 13
 તે સમયે હેલન ખૂબ જ નાની હતી. "મેરા નામ ચિન ચિન ચૂ" ગીતથી સફળતાના શિખર પર પહોંચતી હેલને "યમ્મા યમ્મા" અને "ઓ હસીના ઝુલ્ફોં વાલી" જેવા ગીતો પર તેના ડાન્સ મૂવ્સથી લોકોના દિલ જીતી લીધા હતા.

9 / 13
ફિલ્મોમાં કામ કરતી વખતે, તે સલીમ ખાનને મળી, અને બંને પ્રેમમાં પડ્યા અને આખરે લગ્ન કરી લીધા.હેલન છેલ્લે 2012માં આવેલી ફિલ્મ "હિરોઈન" માં મોટા પડદા પર જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો રોલ નાનો પણ શક્તિશાળી હતો. ત્યારથી તે મોટા પડદાથી દૂર છે.

10 / 13
બોલિવુડની આઈટમ ક્વીન તરીકે હેલન ફેમસ હતી. હેલન સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને એક પુત્રી અલવીરા ખાન અગ્નિહોત્રીની સાવકી માતા છે.

11 / 13
એક સમયે એવો હતો કે, લોકો ફિલ્મો જોવા માટે નહી પરંતુ હેલનના ડાન્સ માટે ફિલ્મ જોવા માટે જતા હતા.

12 / 13
હેલને આઈટમ સોંગથી ચાહકોના દિલમાં મોટું સ્થાન બનાવ્યું હતુ.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">