AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 19 Grand Finale: ગ્રાન્ડ ફિનાલેમાં એક્સ કન્ટેસ્ટન્ટ લગાવશે ડાન્સનો તડકો, પ્રોમો વાયરલ

બિગ બોસ 19નો આજે ગ્રાન્ડ ફિનાલે છે. ત્યારે આ શો ક્યાં જોવાથી લઈને આજના આ શોમાં કોણ કોણ હાજર રહેશે તેમજ કયા સ્પર્ધકો ડાન્સ પરફોર્મન્સ આપશે તે તમામ માહિતી અમે સૌથી પહેલા તમને જણાવી રહ્યા છીએ.

Bigg Boss 19 Grand Finale: ગ્રાન્ડ ફિનાલેમાં એક્સ કન્ટેસ્ટન્ટ લગાવશે ડાન્સનો તડકો, પ્રોમો વાયરલ
Bigg Boss 19 Grand Finale
| Updated on: Dec 07, 2025 | 8:35 AM
Share

સલમાન ખાનના શો ‘બિગ બોસ 19’ ના ગ્રાન્ડ ફિનાલેની રાહ હવે પૂરી થવાની છે. આજે રાતે 9 વાગે શોનો ગ્રાન્ડ ફિનાલે શરુ થશે. ટોપ 5 સ્પર્ધકોના નામ ટ્રોફી જીતવાની રેસમાં છે, પરંતુ ફક્ત એક જ સ્પર્ધક તે જીતી શકશે. આ સિઝન 15 અઠવાડિયા સુધી ચાલી હતી, જેમાં ઝઘડા, ડ્રામા, ભાવનાત્મક ક્ષણો અને તો હસીની અનેક પળો આ શોના અંતમાં પુરી થઈ જશે. ત્યારે આ શો ક્યાં જોવાથી લઈને આજના આ શોમાં કોણ કોણ હાજર રહેશે તેમજ કયા સ્પર્ધકો ડાન્સ પરફોર્મન્સ આપશે તે તમામ માહિતી અમે સૌથી પહેલા તમને જણાવી રહ્યા છીએ.

‘બિગ બોસ 19’ ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં જોઈ શકશો?

‘બિગ બોસ 19’ ગ્રાન્ડ ફિનાલેના સ્ટ્રીમિંગની દ્રષ્ટિએ, આ શો દરરોજ OTT પ્લેટફોર્મ Jio Hotstar પર રાત્રે 9 વાગ્યે અને કલર્સ ટીવી પર રાત્રે 10:30 વાગ્યે પ્રસારિત થતો હતો. જોકે, ગ્રાન્ડ ફિનાલેના દિવસે, એટલે કે, 7 ડિસેમ્બરે, તે Jio Hotstar અને Colors TV પર રાત્રે 9 વાગ્યે એક સાથે પ્રસારિત થશે.

સ્પર્ધકો ફાઈનલમાં લગાવશે ડાન્સનો તડકો

સ્પર્ધકો ‘બિગ બોસ 19’ના ફાઈનલમાં Ex સ્પર્ધકોની સાથે ટોપ 5 સ્પર્ધકો પણ ડાન્સ કરતા આજે જોવા મળશે. દર્શકોનો ડાન્સ કરતો એક નવો પ્રોમો રિલીઝ થયો છે અને રિલિઝ થતા જ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે. ગ્રાન્ડ ફિનાલેમાં અમાલ-શાહબાઝ બન્ને જોડીમાં ડાન્સ કરતા જોવા મળશે. તેમની સાથે ગૌરવ અને મૃદુલ પણ જોડીમાં ડાન્સ કરશે.

આ સિવાય સૌથી રસપ્રદ વાત એ છે કે ફરહાના અને નેહલ ફરી એક સાથે જોવા મળશે, બન્નેની મિત્રતાથી લઈને મિત્રતા તૂટવા સુધીની આ સફરમાં ફરહાના અને નેહલ હંગામાં સોન્ગ પર સાથે ડાન્સ કરતા જોવા મળશે. તેમની સાથે કુનિકા પણ ડાન્સમાં ભાગ લેશે.

અશ્નૂર અને અભિષેક રોમેન્ટિક ડાન્સ કરશે

‘બિગ બોસ 19’ દરમિયાન, અભિષેક બજાજ અને અશ્નૂર કૌર ખૂબ જ નજીક આવી ગયા છે. બધાએ તેમની રોમેન્ટિક સાઈડ જોઈ છે. રવિવારે, બિગ બોસ 19 ના ફિનાલેના દિવસે, અશ્નૂર કૌર અને અભિષેક બજાજ તેમના ચાહકો માટે એક ખાસ રોમેન્ટિક ડાન્સ કરશે. બંનેએ સોશિયલ મીડિયા પર તેમના ડાન્સ રિહર્સલના ફોટા શેર કર્યા છે. તેઓ એકસાથે ખૂબ જ સુંદર દેખાય છે.

કોણ કોણ આવશે ગ્રાન્ડ ફિનાલેમાં?

મળતી માહિતી મુજબ ગ્રાન્ડ ફિનાલેમાં અન્ય પાંડે તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં આવી રહી છે, તે સિવાય કરણ કુન્દ્રા પણ સ્પ્રિટ્સ વીલાના પ્રમોશનમાં આવી રહ્યા છે, તે સિવાય હાલ મળતી માહિતી મુજબ ભોજપુરી એક્ટર પવન સિંહ પણ ફિનાલેમાં આવી રહ્યા છે.

‘બિગ બોસ 19’ ટ્રોફી કોણ જીતશે?

ગૌરવ ખન્ના, તાન્યા મિત્તલ, પ્રણીત મોરે, ફરહાના ભટ્ટ અને અમલ મલિક જેવા સ્પર્ધકો સીઝન 19 ના ટાઇટલ માટે સ્પર્ધા કરી રહ્યા છે. ફક્ત અંતિમ રાત્રિ જ જાહેર કરશે કે આ સીઝનમાં આખરે કોણ જીતશે. જોકે, ટ્રોફી માટે સ્પર્ધા ગૌરવ ખન્ના, પ્રણીત મોરે અને ફરહાના ભટ્ટ વચ્ચે હોવાનું માનવામાં આવે છે.

Bigg Boss 19: બિગ બોસ 19 ટ્રોફી માટેના ટોપ 3 દાવેદાર! જાણો કેટલી હશે પ્રાઈઝ મની, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">