Bigg Boss 19: ટિકિટ ટુ ફિનાલેથી ફાઈનલમાં સૌથી પહેલા પહોંચી આ સ્પર્ધક, 4 ફાઈનલિસ્ટના નામ જાહેર
ગ્રાન્ડ ફિનાલે પહેલા, આ અઠવાડિયે, "બિગ બોસ 19" ના નિર્માતાઓએ "ટિકિટ ટુ ફિનાલે" ટાસ્કનું આયોજન કર્યું હતું. ત્યારે હવે "ટિકિટ ટુ ફિનાલે" સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. બિગ બોસની એક સ્પર્ધકે "ટિકિટ ટુ ફિનાલે" સૌથી પહેલા જીતી લીધું છે.

સલમાન ખાનના શો “બિગ બોસ 19” વિશે દર્શકો હાલમાં ખૂબ જ ઉત્સાહ અનુભવી રહ્યા છે. ગ્રાન્ડ ફિનાલે માટે ફક્ત એક અઠવાડિયું બાકી છે, ઘણા સ્પર્ધકો પહેલાથી જ બહાર થઈ ગયા છે. આ દરમિયાન, કોણ વિજેતા બનશે તેને લઈને ખુબ જ ચર્ચા ચાલી રહી છે.
ગ્રાન્ડ ફિનાલે પહેલા, આ અઠવાડિયે, “બિગ બોસ 19” ના નિર્માતાઓએ “ટિકિટ ટુ ફિનાલે” ટાસ્કનું આયોજન કર્યું હતું. ત્યારે હવે “ટિકિટ ટુ ફિનાલે” સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. બિગ બોસની એક સ્પર્ધકે “ટિકિટ ટુ ફિનાલે” સૌથી પહેલા જીતી લીધું છે.
સૌથી પહેલા ટિકિટ ટુ ફિનાલેથી ફાઈનલમાં પહોંચી આ સ્પર્ધક
‘ટિકિટ ટુ ફિનાલે’ ટાસ્ક દરમિયાન, બિગ બોસે બગીચાના વિસ્તારને ફાયર ઓશનમાં ફેરવી દીધો છે. RealtheKhabriના મતે, ‘બિગ બોસ 19’ ટિકિટ ટુ ફિનાલે રાઉન્ડમાં સૌથી પહેલા બે સ્પર્ધકો મેદાનમાં ઉતર્યા હતા જેમાં અશ્નૂર કૌર અને પ્રણીત મોરે હતા. અહીં અશ્નૂરે પ્રણીતને હરાવી ટાસ્ક જીતી લીધો અને સીધી ફિનાલેમાં પહોંચી ગઈ છે.
View this post on Instagram
ગૌરવ, પ્રણીત અને ફરહાના પણ જીત્યા
આ બાદ બીજા રાઉન્ટમાં ગૌરવ ખન્ના અશ્નૂરની મદદથી ટિકિટ ટુ ફિનાલે ટાસ્ટ જીતી જાય છે તે બાદ પ્રણીત પણ ત્રીજા રાઉન્ડમાં આ ટાસ્ટ જીતે છે અને ત્રીજો ફાઈનલિસ્ટ બને છે. ત્યારે બાદ ફરહાના અને અમાલ વચ્ચે ટિકિટ ટુ ફાયનલનો ટાસ્ક શરુ થાય છે જેમાં ફરહાના પણ આ ટાસ્ક જીતીને 4 ફાઈનલિસ્ટ બને છે.
EXCLUSIVE: Ticket to Finale Task Contenders
☆ Ashnoor Kaur ☆ Pranit More ☆ Gaurav Khanna ☆ Farrhana Bhatt
Comments – Who will WIN ?
— BBTak (@BiggBoss_Tak) November 24, 2025
4 ફાઈનલિસ્ટના નામ જાહેર
આમ ટિકિટ ટુ ફિનાલે માટે 4 સ્પર્ધકના નામ સામે આવી ગયા છે અને તે સૌથી પહેલા અશ્નૂર, પછી ગૌરવ, પ્રણીત અને ફરહાના એક આ ટોપ 4 બને છે પણ હજુ એક સ્પર્ધક આમા એડ થશે જે સાથે ટોપ 5 સામે આવશે અને આ જ ટોપ 5માંથી એક સ્પર્ધક બિગ બોસ 19નો ખિતાબ પોતાના નામે કરી લેશે.
