Battle Of Galwan Cast Fees : બેટલ ઓફ ગલવાનમાં ક્યા સ્ટારે કેટલો ચાર્જ લીધો, જાણો
સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ Battle Of Galwan ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર રીલિઝ થયું છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટનો ચાર્જ પણ સામે આવ્યો છે. તો ચાલો જાણીએ ક્યા સ્ટારે કેટલો ચાર્જ લીધો છે.

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે.મેકર્સે ફિલ્મનું ટીઝર સલમાન ખાનના 60માં જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું હતુ. ફિલ્મમાં ભારતીય જવાન બનેલા સલમાન ખાનનો લુક પણ ચાહકોને ખુબ પસંદ આવ્યો છે. ટીઝરને જોઈ ભાઈજાનના ચાહકો ફિલ્મ જોવા માટે ખુબ આતુર છે. આ સાથે ફિલ્મની સ્ટારકાસ્ટની ફી પણ સામે આવી છે. સલમાન ખાનની ફી સાંભળી તમને એક ઝટકો પણ લાગશે. તો ચાલો બેટલ ઓફ ગલવાનમાં ક્યા સ્ટારે કેટલો ચાર્જ લીધો જાણો
સલમાન ખાનની ફી
બેટલ ઓફ ગલવાનમાં સલમાન ખાન કર્નલ બિક્કુમલ્લા સંતોષ બાબુની ભૂમિકા ભજવશે. એક રિપોર્ટ મુજબ સલામાન ખાનને આ ફિલ્મ માટે 110 કરોડ રુપિયાની મોટી ફી આપવામાં આવી છે. સામાન્ય રીતે સલમાન ખાન પોતાના એક પ્રોજેક્ટ માટે 100 કરોડથી 150 કરોડ રુપિયા વચ્ચે ચાર્જ લે છે.
ચિત્રાંગદાએ કેટલો ચાર્જ લીધો ?
ફિલ્મમાં સલમાન ખાનની સાથે લીડ રોલમાં ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે. અભિનેત્રી પોતાની ફિલ્મ માટે 1 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. પરંતુ રિપોર્ટ મુજબ બેટલ ઓફ ગલવાનમાં અભિનેત્રીને 2 કરોડ રુપિયા મળ્યા છે. પરંતુ મેકર્સે આની ઓફિશિયલ પુષ્ટિ કરી નથી. અભિનેત્રીનો રોલ ફિલ્મમાં ખુબ મહત્વનો છે.
ગોવિંદાનું કમબેક
સલમાન ખાનની બેટલ ઓફ ગલવાનથી હીરો નંબર 1 ગોવિંદા પણ પોતાનું કમબેક કરવા જઈ રહ્યો છે. ચાહકોને ફિલ્મથી દુર રહી ઓડિયન્સનું મનોરંજન કરનાર ગોવિંદનો ચાર્જ ઓછો છે. રિપોર્ટ મુજબ ગોવિંદાએ એક પ્રોજેક્ટ માટે 5-6 કરોડનો ચાર્જ લે છે. પરંતુ બેટલ ઓફ ગલવાન માટે અભિનેતાને 8 કરોડ રુપિયા મળ્યા છે.
આ સ્ટારે લીધો કરોડોનો ચાર્જ
સલમાન ખાનની આ ફિલ્મમાં ફેમસ અંકુર ભાટિયા પણ મુખ્ય ભુમિકા નિભાવતો જોવા મળશે. હસીના, જંજીર અને એ સૂટેબલ બોય જેવી ફિલ્મમાં કામ કરનાર અંકુરને આ ફિલ્મ માટે 1.5 કરોડ રુપિયા મળ્યા છે. આ સાથે દબંગ 3 અને સિંકદરમાં સલમાન ખાનની સાથે કામ કરનાર અભિનેતા અભિલાષ ચૌધરીને પણ ફિલ્મ માટે 50 લાખ રુપિયા મળ્યા છે. બેટલ ઓફ ગલવાનમાં સોહિલ પણ છે. તેમણે અંદાજે 1 કરોડનો ચાર્જ લીધો છે પરંતુ મેકર્સે આ દાવાની પુષ્ટિ હજુ કરી નથી.
