Breaking News : પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે સલમાન ખાન હાઈકોર્ટ પહોંચ્યો, જાણો શું છે પર્સનાલિટી રાઈટ્સ
બોલિવુડના ભાઈજાન સલમાન ખાને દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. અભિનેતાએ પોતાના પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ મામલે આજે સુનવણી કરવામાં આવશે.

બોલિવુડ અભિનેતા સલમાન ખાન હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એક વખત અભિનેતા ચર્ચામાં આવ્યા છે. સલમાન ખાને પોતાના પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો છે. સલમાન ખાનનો આરોપ છે કે, તેની પરવાનગી વગર અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈ-કોમર્સ વેબસાઈટસ પર તેના ફોટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે તેની પ્રાઈવેસીના અધિકારનું ભંગ કરે છે. જે એકદમ ખોટું છે.
View this post on Instagram
સલમાન ખાને આરોપ લગાવ્યો કે, અનેક કંપની અને ઈ-કોર્મસ વેબસાઈટ તેના નામ અને ફોટાનો ઉપયોગ ખોટી માહિતીનો પ્રચાર કરવા માટે કરે છે. સલમાન ખાને પોતાની અરજીમાં દિલ્હી હાઈકોર્ટને પોતાનાપર્સનાલિટી રાઈટ્સનું રક્ષણ કરવાની વિનંતી કરી છે.
અનેક સ્ટાર કરી ચૂક્યા છે ફરિયાદ
સલમાન ખાનની અરજી પર ગુરુવારના રોજ જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોડા સુનાવણી કરશે. પર્સનાલિટી પબ્લિસિટી રાઈટ્સની સુરક્ષાનો મતલબ છે કે,અભિનેતા કે કોઈ પણ સેલિબ્રિટીના નામ, અવાજ અને હાવભાવ તેમજ ઓળખ સાથે જોડાયેલી ખોટી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય. માત્ર સલમાન ખાન જ નહી પરંતુ આ પહેલા અનેક સ્ટારે આ રસ્તો અપનાવ્યો છે અને કોર્ટને વિનંતી કરી છે કે તેમના ફોટોગ્રાફ્સનો આવો દુરુપયોગ તાત્કાલિક બંધ કરવામાં આવે.
આ સેલિબ્રિટીમાં સિંગર આશા ભોસલે, અભિનેતા સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર, એશ્વર્યા રાય બચ્ચન, સોનાક્ષી સિંહા તેમજ અનેક સ્ટાર આ પહેલા કોર્ટ પહોંચ્યા હતા. કેટલીક વખત એવા વીડિયો સામે આવે છે કે, જેમાં એઆઈથી સ્ટારના ચેહરાને ક્રિએટ કરી તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે. જ્યારે કોઈ સ્ટાર આ બ્રાન્ડની જાહેરાત કરતા પણ ન હોય.આવી સ્થિતિમાં, સલમાનની અરજી પર કોર્ટ શું નિર્ણય લેશે તે આજે 11 તારીખે જ ખબર પડશે.
જાણો શું છે પર્સનાલિટી રાઈટ્સ
હવે આપણે જાણીએ કે, આ પર્સનાલિટી રાઈટ્સ શું છે. પર્સનાલિટી રાઈટ્સ એક એવો અધિકાર છે. જેના હેઠળ તમને અધિકાર મળે છે કે, તમારો ફોટો, વીડિયો, નામ, અવાજ, સિગ્નેચર, કેચ ફ્રેઝ તેમજ હાવભાવનો ઉપયોગ કોઈ કરી શકતું નથી.પરવાનગી વિના જાહેરાત અથવા અન્ય પ્રમોશનલ સામગ્રીમાં વ્યક્તિના ફોટોગ્રાફનો ઉપયોગ કરી શકાતો નથી.
સલમાન ખાનને Y પ્લસ સુરક્ષા વચ્ચે જાનથી મારી નાંખવાની ધમકી મળી, આવો છે પરિવાર અહી ક્લિક કરો
