RakshaBandhan 2025 : બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ ભાઈ-બહેનોની જોડી જુઓ ફોટો, લોકપ્રિયતામાં એકબીજાને આપે છે ટકકર
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. તો ચાલો જાણીએ બોલિવુડની કેટલીક ફેમસ ભાઈ બહેનની જોડી વિશે જે ટેલેન્ટમાં એકબીજાને ટકકર આપે છે.

જો બોલિવુડમાં ભાઈ-બહેનની જોડીની વાત આવે તો સારા-ઈબ્રાહિમ,સુહાના-આર્યન સહિત અનેક બોલિવુડની ફેમસ ભાઈ-બહેનની જોડીઓ આજે પણ ફેમસ છે. તો ચાલો આજે આપણે આ રક્ષાબંધન પર બોલિવુડની ફેમસ ભાઈ-બહેનની જોડી વિશે જાણીએ.

સૈફ અલી ખાનને બે બહેનો છે, સબા અલી ખાન અને સોહા અલી ખાન. સબા લાઈમલાઈટથી દૂર રહે છે, જ્યારે સોહા એક અભિનેત્રી છે. આ ભાઈ બહેનો તમામ તહેવારમાં સાથે જોવા મળે છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી અને અભિનેત્રી સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનના સંબંધ ભાઈ-બહેનોની સાથે મિત્રના છે. સૈફ અલી ખાન અને અમૃતિ સિંહના બંન્ને બાળકોના ભાઈ બહેનોના સંબંધો ખુબ જ પ્રેમાળ છે. બંન્ને પોતાની એક્ટિંગથી બોલિવુડમાં છવાયા છે.

રણબીર કપૂર બોલિવૂડનો સુપરસ્ટાર છે અને તેની બહેન રિદ્ધિમા કપૂર એક જાણીતી જ્વેલરી ડિઝાઇનર છે. બંને ખૂબ જ ગાઢ સંબંધો ધરાવે છે અને હંમેશા એકબીજાને સપોર્ટ કરે છે. રણબીર અને રિદ્ધિમા ઘણીવાર તક મળે ત્યારે સોશિયલ મીડિયા પર એકબીજાની મજાક ઉડાવે છે. તેમની મજાક અને હાસ્ય ચાહકોને ખૂબ ગમે છે.

શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી અને દીકરો આર્યન પણ લાઈમલાઈટમાં રહે છે. સુહાનાએ ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યુ કર્યું છે. જ્યારે આર્યન ફિલ્મ મેકિંગમાં પોતાનું કરિયર બનાવી રહ્યો છે. ભાઈ-બહેનના સંબંધો પ્રેરણાદાયક છે.

ફરહાન અને ઝોયા અખ્તર બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ ભાઈ-બહેનો છે. ફરહાન એક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે, જ્યારે ઝોયા તેની ફિલ્મો માટે જાણીતી છે. ઝોયાએ તેના ભાઈની ફિલ્મના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ કરે છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો
