AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-પાકિસ્તાનની સ્થિતિને અંગે બોલિવુડના ચારેય ખાનને આ મુસ્લિમ અભિનેત્રીએ લગાવી ફટકાર, મુસ્લિમ અભિનેતાઓ દેશ માટે ક્યારે બતાવશે વફાદારી?

ભારત પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધની સ્થિતિ બનેલી છે. સરહદ પર અત્યંત તણાવભરી સ્થિતિ છે. છેલ્લા 5 દિવસથી સેનાના જવાનો સરહદ પર ખડેપગે અદમ્ય શૌર્ય અને સાહસ બતાવી માતૃભૂમિની રક્ષા કરી રહ્યા છે. પરંતુ બોલિવુડના કહેવાતા દિગ્ગજ ચારેય ખાનો પહલગામ હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર પર પણ મૌન સેવીને બેઠા છે. સેનાના શૌર્યને બિરદાવતી એક પોસ્ટ પણ આ ચારેય ખાનમાંથી એકેય અભિનેતાએ કરી નથી ત્યારે ભારતની જ આ મુસ્લિમ અભિનેત્રીએ ચારેય ખાનોને ફટકાર લગાવી છે અને સવાલ ઉઠાવ્યો છે કે શું પાકિસ્તાનમાં બેસેલી તમારી ફેન ફોલોવિંગ નારાજ ન થઈ જાય એટલા માટે તમે દેશની સ્થિતિ વિશે કંઈ બોલી નથી રહ્યા?

ભારત-પાકિસ્તાનની સ્થિતિને અંગે બોલિવુડના ચારેય ખાનને આ મુસ્લિમ અભિનેત્રીએ લગાવી ફટકાર,  મુસ્લિમ અભિનેતાઓ દેશ માટે ક્યારે બતાવશે વફાદારી?
| Updated on: May 10, 2025 | 3:37 PM
Share

ભારત પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે. સરહદ પર સતત પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલા કરાઈ રહ્યા છે. 22 એપ્રિલે પાકિસ્તાનથી આવેલા આતંકીઓેએ જમ્મુકાશ્મીરમાં પહલગામમાં પ્રવાસીઓને ધર્મ પૂછીપૂછીને પોઈન્ટ બ્લેન્ક પર ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા. આતંકીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓના ઠંડા કલેજે જીવ લઈ લીધા. આ ઘટના બાદ સમગ્ર દેશમા આક્રોષનો માહોલ છે પરંતુ આ ઘટના પર બોલિવુડના કહેવાતા ખાનોએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિશે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. ન તો આમીર ખાન, ન તો સલમાન ખાન, ન તો સૈફ અલી ખાને આ ઘટનાને લઈને એક શબ્દ કહ્યો છે. દેશભરમાંથી હાલ આ ખાનોની દેશભક્તિ પર સવાલ ઉઠી રહ્યા છે. ભારતે પાકિસ્તાન સામે રિટેલિયેટ કરતા 6 મે ની મધરાત્રે પાકિસ્તાનની આતંકી છાવણીઓ પર મિસાઈલ એટેક કરી તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા. આ ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. પરંતુ ચાર પૈકી એકપણ ખાને કે ટોચના બોલિવુડ અભિનેતાએ સેનાના અદમ્ય શૌર્યને બિરદાવતી એક પોસ્ટ સુદ્ધા પોસ્ટ નથી કરી.

ફલક નાઝે શાહરૂખ, સલમાન, આમીર અને સૈફ પર સાધ્યુ નિશાન

બોલિવુડના આ ખાનોના મૌન પર બિગ બોસ ઓટીટી 2 માં જોવા મળેલી મુસ્લિમ એક્ટ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ફલકે જણાવ્યુ કે મને અત્યારે ખૂબ જ અફસોસ થઈ રહ્યો છે કે મારા ફેલો મુસ્લિમ એક્ટર જે બોલિવુડમાં છે, તેઓ હાલની ભારત પાકિસ્તાનની સ્થિતિ પર કંઈ બોલી નથી રહ્યા. ફલકે તેમના મૌન પર પ્રહાર કરતા કહ્યુ કે આ ચારેય ખાનોને બોલવાથી ડર લાગી રહ્યો છે કારણ કે તેમની ટાર્ગેટ ઓડિયન્સ પડોશી દેશ પાકિસ્તાનમાંથી આવી રહી છે. ક્યાંક પાકિસ્તાની ફેન ફોલોવર્સ તેમનાથી નારાજ ન થઈ જાય. ફલકે જણાવ્યુ કે હું વિચારી રહી હતી કે કેમ અમારા હિંદુ-ભાઈ બહેન મુસ્લિમો પર વિશ્વાસ નથી કરી શક્તા? મને અત્યારે તેનો જવાબ મળી ગયો. કારણ કે હાલની દેશની તણાવભરેલી સ્થિતિ અને અમારી ઈન્ડસ્ટ્રીના કેટલાક મુસ્લિમ એક્ટર્સ કંઈ બોલી જ નથી રહ્યા. ફલક નાઝે મુસ્લિમ એક્ટર્સ એવુ કહીને સીધો બોલિવુડના ચાર ખાનો જેમા શાહરૂખ ખાન, સલમાન ખાન, આમીર ખાન અને સૈફ અલી ખાન પર નિશાન સાધ્યુ છે.

બોલિવુડના ચારેય ખાન દેશ માટે ક્યારે બતાવશે વફાદારી?

ફલક નાઝે કહ્યુ જો દેશની હાલની સ્થિતિ પર આ મુસ્લિમ એક્ટર્સ કંઈ ન બોલે તો લોકો ક્યાંથી વિશ્વાસ કરશે. તેમણે મુસ્લિમ અભિનેતાઓને સવાલ કર્યો કે તમે તમારા મુસ્લિમ હોવા પર નારા લગાવો છો. એવો દાવો કરો છો કે અમારાથી મોટો મુસ્લિન કોઈ નથી. પરંતુ ઈસ્લામમાં જ કહેવામાં આવ્યુ છે કે સૌથી પહેલા તમારા મુલ્કને મોહબ્બત કરો. ત્યારબાદ બાકીની ચીજો વિશે વિચારો. તો દેશ માટેની એ મહોબ્બત ક્યાં છે? ક્યાં છે દેશ માટેનો એ જુસ્સો?

જે દેશમાંથી કમાણી કરે છે એ દેશને સપોર્ટ કરતા કેમ ડરે છે બોલિવુડના આ દિગ્ગજ ખાનો ?

ફલક નાઝે કહ્યુ કે તમારે પાકિસ્તાનની જનતા પાસેથી શીખવુ જોઈએ. તેઓ બધા તેમના દેશને ખુલીને સપોર્ટ કરે છે. જેઓ ઈન્ડિયા આવીને ખૂબ કમાયા છે તેઓ પણ પાકિસ્તાનના સપોર્ટમાં છે. જ્યારે તેમના દેશે જ આતંકવાદની શરૂઆત કરી છે. છતા તમારુ લોહી કેમ ઉકળતુ નથી. તમે કેમ તમારા દેશને સપોર્ટ નથી કરી રહ્યા. દેશ તો હંમેશા તમારી સાથે જ છે. આ બહુ ખેદજનક છે. જો તમે આ દેશમાં રહો છો, અહીં જ કરોડોની કમાણી કરો છો તો તમારા પ્લેટફોર્મ પરથી કંઈક તો દેશ માટે કરીને બતાવી દો. થોડા તો અપમાનિત કરવા જોઈએ આમને કે એમનુ લોહી ઉકળે. અહીનું જ નમક ખાી રહ્યા છો તો તેના માટે થોડા વફાદાર પણ બનો. ફલકની વાતોનું અનેક સેલ્બ્સ અને ફેન્સે પણ સમર્થન કર્યુ છે.

“શું ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ ગયુ જંગનું એલાન? સૌપ્રથમ કોણ કરે છે યુદ્ધની ઔપચારીક જાહેરાત?”-  આ  સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">