Virat Kohli : વિરાટ કોહલી તેની માતાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કેમ આપે છે? આ છે મોટું કારણ
વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી વનડેમાં 91 બોલનો સામનો કરી 93 રન બનાવ્યા હતા. જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વિરાટનું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 71મો POTM એવોર્ડ છે.

વડોદરામાં રમાયેલી પહેલી વનડે ભારતના નામે રહી હતી.ટીમ ઈન્ડિયાએ વર્ષ 2026ની પહેલી જ મેચમાં શાનદાર જીત મેળવી છે.ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હાર આપી હતી. તેમજ સીરિઝમાં 1-0થી લીડ મેળવી છે. ભારતીય ટીમને પહેલી વનડેમાં મળેલી જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. વિરાટે આ મેચમાં 93 રન બનાવી આઉટ થયો હતો. 301 રનના ટાર્ગેટનો પીછો કરતા 91 બોલમાં રમાયેલી આ ઈનિગ્સ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ઈન્ટરનેશનલ કરિયરનો 71મો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ
જે તેના વનડે કરિયરનો 45મો અને ઈન્ટરનેશનલ કરિયરનો 71મો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ છે. હવે સવાલ એ છે કે,વિરાટ કોહલી આટલા એવોર્ડનું શું કરે છે? આ એવોર્ડ તેની માતાને કેમ આપે છે?વિરાટ કોહલીએ પોસ્ટ મેચ પ્રેજન્ટેશન દરમિયાન આ સવાલનો જવાબ આપ્યો હતો. જ્યારે તેને પ્રેજન્ટર હર્ષ ભોગલેએ પુછ્યું કે, 45 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડને રાખવા માટે એક અલગ રુમની જરુર પડતી હશે.
Harsha Bhogle: 45 POTM, how big is your house? You need room for all those awards.
Virat Kohli: Well, I send it to my mom in Gurgaon. She likes keeping all the trophies, she feels proud. ❤️ pic.twitter.com/uoMnrXQJR9
— Suprvirat (@Mostlykohli) January 11, 2026
વિરાટ કોહલીએ જવાબમાં કહ્યું આ એવોર્ડ તેની માતાને ગુરુગ્રામ મોકલે છે. તેમણે એવોર્ડ માતા પાસે મોકલવાનું કારણ પણ જણાવ્યું હતુ. તેમણે કહ્યું તેની માતાને જીતેલી ટ્રોફી રાખવી ખુબ પસંદ છે. તેને ગર્વ થાય છે.
ઈન્ટરનેશલ ક્રિકેટમાં સૌથી વધારે POTM એવોર્ડ કોની પાસે છે?
ઈન્ટરનેશલ ક્રિકેટમાં સૌથી વધારે POTM એવોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પાસે છે. POTM જીતનારો બીજો ખેલાડી વિરાટ કોહલી છે. સચિન તેંડુલકરની પાસે 76 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છે. વિરાટ કોહલી પાસે 71 એવોર્ડ છે. જેમાં 45 એવોર્ડ માત્ર વનડેમાં આવ્યા છે. એટલે કે, હજુ પણ વિરાટ કોહલી ઈન્ટરનેશલ ક્રિકેટમાં સૌથી વધારે પ્લેયર ઓફ ધ મેચનો રેકોર્ડ પોતાને નામ કરી શકે છે. સચિન અને વિરાટ વચ્ચે માત્ર 5 એવોર્ડનું અંતર છે.
