AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સચિન તેંડુલકરને LBW આઉટ આપવો મારી ભૂલ… 22 વર્ષ બાદ અમ્પાયરની કબૂલાત

બાવીસ વર્ષ જૂનો એક નિર્ણય ફરી ચર્ચામાં આવ્યો છે. ગાબ્બા ટેસ્ટમાં સચિન તેંડુલકરને અપાયેલ વિવાદાસ્પદ LBW નિર્ણય અંગે અમ્પાયર સ્ટીવ બકનરે હવે જાહેરમાં કબૂલાત કરી છે કે તે ભૂલ હતી. ક્રિકેટ ચાહકો માટે આ માત્ર સમાચાર નથી, પરંતુ જૂની પીડા અને ચર્ચાઓને ફરી જીવંત કરતી ક્ષણ છે.

Breaking News : સચિન તેંડુલકરને LBW આઉટ આપવો મારી ભૂલ... 22 વર્ષ બાદ અમ્પાયરની કબૂલાત
steve bucknor & sachin tendulkarImage Credit source: X
| Updated on: Feb 25, 2026 | 5:01 PM
Share

ક્રિકેટ ઇતિહાસની સૌથી ચર્ચિત ક્ષણોમાંની એક ઘટના 22 વર્ષ પછી ફરી ચર્ચામાં આવી છે. ગાબ્બા ટેસ્ટમાં સચિન તેંડુલકરને અપાયેલ વિવાદાસ્પદ LBW નિર્ણય અંગે અમ્પાયર સ્ટીવ બકનરે હવે ખુલીને સ્વીકાર્યું છે કે તે ભૂલ હતી. આ કબૂલાતથી ચાહકોમાં જૂની યાદો તાજી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો છે.

સચિન માત્ર 3 રન પર આઉટ

2003-04 ની બોર્ડર-ગાવસ્કર શ્રેણી દરમિયાન બ્રિસ્બેનના ગાબ્બા મેદાન પર બનેલી આ ઘટના તે સમયે ભારે ચર્ચામાં રહી હતી. સચિન માત્ર 3 રન પર બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેસન ગિલેસ્પીનો બોલ તેમના પેડ પર વાગ્યો. જોરદાર અપીલ બાદ બકનરે આંગળી ઊંચી કરી દીધી.

બકનરનો ભયંકર નિર્ણય

TV રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ સ્ટમ્પથી દુર હતો. કરોડો દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે સમયના જાણીતા કોમેન્ટેટર ટોની ગ્રેગે પણ આ નિર્ણયને “ભયંકર” ગણાવ્યો હતો. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી અને ચાર ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબરી પર રહી હતી.

સચિનને LBW આપવો મારી ભૂલ

હવે વર્ષો બાદ સ્ટીવ બકનરે વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ અમ્પાયર્સ એસોસિએશનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, “સચિનને LBW આપવો મારી ભૂલ હતી. લોકો આજે પણ મને પૂછે છે કે મેં તે નિર્ણય કેમ લીધો. જીવનમાં ભૂલો થતી રહે છે અને મેં મારી ભૂલ સ્વીકારી છે.” તેમની આ સ્વીકારોક્તિએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે.

બકનરના નિર્ણયને લઈ વિવાદ

આ પહેલીવાર નહોતું જ્યારે બકનરના નિર્ણયને લઈ વિવાદ થયો હોય. 2005 માં કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પાકિસ્તાન સામેની ટેસ્ટ દરમિયાન પણ સચિન વિવાદાસ્પદ રીતે આઉટ જાહેર થયો હતો. રિપ્લેમાં બેટ અને બોલ વચ્ચે અંતર દેખાતું હોવા છતાં નિર્ણય યથાવત રહ્યો હતો, જેને કારણે ચાહકોમાં અસંતોષ ફેલાયો હતો.

સચિને આ વિષય પર શું કહ્યું

વર્ષો પછી જ્યારે સચિનને આ વિષય પર પૂછવામાં આવ્યું, ત્યારે તેણે મજાકમાં કહ્યું હતું કે, “જ્યારે હું બેટિંગ કરું ત્યારે બકનરને બોક્સિંગ ગ્લોવ્ઝ પહેરાવો જેથી તે આંગળી ઊંચી ન કરી શકે!” આ નિવેદન તેમના ખેલદિલીભર્યા સ્વભાવનું પ્રતિબિંબ છે. 22 વર્ષ પછી આવેલી આ કબૂલાત ભલે વિવાદનો અંત નહીં લાવે, પરંતુ ઈતિહાસની આ યાદગાર ક્ષણને નવી દૃષ્ટિ જરૂર આપે છે.

T20 WC Breaking : અભિષેક શર્મા ટીમમાંથી ડ્રોપ થશે ! ઝીમ્બાબ્વે સામે બદલાશે ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી ?

Follow Us
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
g clip-path="url(#clip0_868_265)">