Breaking News : WPL 2026ની શરૂઆતની મેચમાં જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી બહાર
WPL 2026ની શરૂઆત MI અને RCB વચ્ચેની ધમાકેદાર મેચથી થઈ. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને પહેલી જ મેચમાં મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે સ્ટાર ઓલરાઉન્ડર હેલી મેથ્યુઝ ખરાબ સ્વાસ્થ્યને કારણે રમી શકશે નહીં.

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026ની ચોથી સીઝનની શરૂઆત ધમાકેદાર રીતે થઈ ગઈ છે. સીઝનની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મુકાબલો ક્રિકેટપ્રેમીઓ માટે ખાસ મહત્વનો રહ્યો, પરંતુ મેચ શરૂ થતાં જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, ટોસ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે મહત્વની જાહેરાત કરી હતી કે ટીમની સ્ટાર ખેલાડી અને વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝ ખરાબ સ્વાસ્થ્યના કારણે આ મેચ માટે ઉપલબ્ધ નથી. તેમની ગેરહાજરી મુંબઈ માટે મોટી ખોટ સાબિત થઈ શકે છે.
Toss @RCBTweets won the toss against @mipaltan in the season opener and elected to bowl first.
Updates ▶️ https://t.co/IWU1URl1fr#TATAWPL | #KhelEmotionKa | #MIvRCB pic.twitter.com/2pdEsTzdYV
— Women’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
હેલી મેથ્યુઝની ગેરહાજરીને કારણે મુંબઈ ઈન્ડિયન્સે નિકોલા કેરીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે, જેને મહિલા પ્રીમિયર લીગમાં ડેબ્યુ કરવાની તક મળી. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ માટે ચાર વિદેશી ખેલાડીઓ તરીકે નેટ સિવર-બ્રન્ટ, અમેલિયા કેર, નિકોલા કેરી અને શબનીમ ઈસ્માઈલને ટીમમાં સામેલ કર્યા છે.
બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ મજબૂત દેખાઈ રહી છે. RCBએ પોતાના પ્લેઈંગ ઈલેવનમાં લોરેન બેલ, ગ્રેસ હેરિસ, નાદીન ડી ક્લાર્ક અને લિન્સી સ્મિથને વિદેશી ખેલાડીઓ તરીકે સ્થાન આપ્યું છે. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળ RCB સીઝનની શરૂઆત જીત સાથે કરવાની કોશિશ કરી રહી છે.
MI અને RCBની પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સ:
નેટ સિવર-બ્રન્ટ, જી. કમાલિની (વિકેટકીપર), અમેલિયા કેર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, નિકોલા કેરી, પૂનમ ખેમનર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, સજીવન સજના અને સૈકા ઈશ્ક.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર:
સ્મૃતિ મંધાના (કેપ્ટન), ગ્રેસ હેરિસ, દયાલન હેમલતા, રિચા ઘોષ (વિકેટકીપર), રાધા યાદવ, નાદીન ડી ક્લાર્ક, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, પ્રેમા રાવત, લિન્સી સ્મિથ અને લોરેન બેલ.
Cricketer’s girlfriend : અપ્સરાથી ઓછી નથી ભારતમાં જન્મેલા આ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ, જુઓ Photos
