Vaibhav Suryavanshi : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 14 મહિનામાં કેટલી સદી ફટકારી? આ ચાર ટીમો સામે રમ્યો
વૈભવ સૂર્યવંશીએ 14 મહિના પહેલા ભારત અંડર-19 માટે ડેબ્યૂમાં સદી ફટકારી હતી. ત્યારથી, તેની સદીઓની યાદી વધતી જ રહી છે. ચાલો જાણીએ કે તેણે અત્યાર સુધી કેટલી સદી ફટકારી છે.

વૈભવ સૂર્યવંશીને સદી ફટકારવાની આદાત બની ગઈ છે અને આ વાત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં તેની બીજી સદીથી સ્પષ્ટ થઈ. આ વૈભવની આ વર્ષે છઠ્ઠી અને ત્રીજી T20 સદી છે. વૈભવએ લગભગ દરેક ટુર્નામેન્ટ, લીગ અને શ્રેણીમાં સદી ફટકારી છે જેમાં તે રમ્યો છે. છેલ્લા 14 મહિનામાં, તે ફક્ત એક જ ટુર્નામેન્ટમાં સદી ફટકારવામાં નિષ્ફળ ગયો છે.

14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે ભારત અંડર-19 ટીમ માટે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં પહેલી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ સામે ટેસ્ટ સદી ફટકારી હતી

વૈભવ સૂર્યવંશીને આગામી મોટી સફળતા 28 એપ્રિલ, 2025 ના રોજ મળી, જ્યારે તેણે IPL ના મેદાન પર સદી ફટકારી. તેણે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારીને દુનિયાને ચોંકાવી દીધી. તે IPL ના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો, T20 માં આટલી ઝડપી સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન પણ બન્યો.

IPL સદી બાદ, તેણે જુલાઈ 2025 માં ઈંગ્લેન્ડ સામેની અંડર-19 વનડે શ્રેણીમાં શાનદાર સદી ફટકારી અને 143 રનની દમદાર ઇનિંગ રમી. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયા સામેની અંડર-19 ટેસ્ટ શ્રેણીમાં 113 રનની ઇનિંગ રમી. ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે આ તેની બીજી ટેસ્ટ સદી હતી.

અને હવે બિહાર માટે રમતા, વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાકો કર્યો છે, આ ઘરેલુ T20 ટુર્નામેન્ટમાં તેણે પ્રથમ સદી ફટકારી છે. વૈભવ સૂર્યવંશીએ 61 બોલમાં અણનમ 108 રન બનાવ્યા હતા.

એનો અર્થ એ થયો કે, છેલ્લા 14 મહિનામાં, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સ, ઇન્ડિયા અંડર-19, ઇન્ડિયા A અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકારી છે. એકમાત્ર ટુર્નામેન્ટ જેમાં વૈભવે તે 14 મહિનામાં સદી ફટકારી નથી તે ગયા વર્ષે અંડર-19 એશિયા કપ હતો. આશા છે કે, તે આ વર્ષના અંડર-19 એશિયા કપમાં સદી ફટકારશે. (PC: PTI/GETTY)
14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરમાં મોટી ઈનિંગ્સ રમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ધમાલ મચાવી દીધી છે. વૈભવ સૂર્યવંશી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
