Ranji Trophy : 96 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરે દિલ્હીને હરાવ્યું
Ranji Trophy 2025 : રણજી ટ્રોફીના એલિટ ગ્રુપ ડીમાં રમાઈ રહેલી જમ્મુ કાશ્મીર અને દિલ્હી વચ્ચેની મેચ ખુબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં જમ્મુ કાશ્મીરે દિલ્હીને હરાવી ઈતિહાસ રચી દીધો છે.

Ranji Trophy 2025 : જમ્મુ કાશ્મીરે રણજી ટ્રોફીના ઈતિહાસમાં દિલ્હીને 7 વિકેટથી હરાવી ઈતિહાસ રચી દીધો છે. 1934માં શરુ થયેલી આ ઘરેલું ટૂર્નામેન્ટના 96 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત આ થયું છે. જ્યારે જમ્મુ-કાશ્મીરે દિલ્હીને હરાવ્યું છે. જમ્મુ-કાશ્મીરની આ જીતમાં આકિબ નબી પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. પરંતુ તેના સિવાય કેપ્ટન પારસ ડોગરા,કામરાન ઈકબાલ અને શર્મા જીના દીકરાએ પણ ઘમાલ મચાવી હતી. શર્માજીના પુત્રનો અર્થ જમ્મુ અને કાશ્મીરના ખેલાડી વંશરાજ શર્મા છે.
કામરાન ઇકબાલે એકલાએ 179 માંથી 133 રન બનાવ્યા
પોતાના હોમગ્રાઉન્ડ પર રમી દિલ્હીએ જમ્મુ કાશ્મીર સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેમણે 3 વિકેટ ગુમાવી હાંસિલ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના આ રન ચેજમાં સૌથી મોટી ભૂમિકા કામરાન ઈકબાલની રહી હતી. જેમણે 179 રનમાંથી 133 રન એકલા હાથે બનાવ્યા હતા. તેમજ ટીમને મોટી જીત અપાવી ઈતિહાસ રચ્યો હતો.
A monumental victory!
J & K register an impressive 7⃣-wicket win against Delhi on the back of Qamran Iqbal’s knock of 133*(147)
Scorecard ▶️ https://t.co/tMwkPihrxx@IDFCFIRSTBank | #RanjiTrophy pic.twitter.com/1YF5aGzFKm
— BCCI Domestic (@BCCIdomestic) November 11, 2025
આકિબ નબીએ પહેલી ઈનિગ્સમાં 5 વિકેટ લીધી
દિલ્હીએ પહેલા બેટિંગ કરી 211 રન બનાવ્યા હતા. દિલ્હીને મોટો સ્કોર કરતા રોકવામાં જમ્મુ-કાશ્મીરના બોલર આકિબ નબીની મોટી ભૂમિકા રહી હતી. તેમણે પહેલી ઈનિગ્સમાં 35 રન આપી 5 વિકેટ લીધી હતી.
કેપ્ટને કમાન સંભાળી
દિલ્હીના 211 રનના જવાબમાં જમ્મુ-કાશ્મીરે પોતાની પહેલી ઈનિગ્સમાં 310 રન બનાવ્યા છે.જે કેપ્ટન પારસ ડોગરાએ બનાવ્યા છે. જેને 106 રનનું યોગદાન આપ્યું છે. જેના જવાબમાં દિલ્હીએ બીજી ઈનિગ્સમાં સારુ પ્રદર્શન કર્યું પરંતુ 300 રનનો આંકડો પાર કરી શકી ન હતી. દિલ્હીની ટીમ બીજી ઈનિગ્સમાં 277 રન જ બનાવી શકી હતી.
બીજી ઈનિગ્સમાં છવાયો બોલર
દિલ્હી વિરુદ્ધ પહેલી ઈનિગ્સમાં બોલથી આકિબ નબી છવાયો તો બીજી ઈનિગ્સમાં વંશજ શર્મા છવાયો હતો. તેમણે એકલા હાથે દિલ્હીની 6 વિકેટ લીધી હતી. આ પહેલા પહેલી ઈનિગ્સમાં 2 વિકેટ લીધી હતી. વંશજ શર્મા કુલ 8 વિકેટ લીધી હતી.
