Breaking News: IPL 2026 ની હરાજીના એક દિવસ પછી જ RR ને મોટો ફટકો પડ્યો, યુવા ભારતીય ઓપનરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સુપર લીગ મેચ બાદ યુવા ભારતીય ઓપનરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, આ ભારતીય યુવા ઓપનર IPL માં રાજસ્થાન રોયલ્સની ટીમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સુપર લીગ મેચ પછી યુવા ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, યશસ્વી જયસ્વાલને એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરિટિસ (પેટનો ચેપ) ના કારણે અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માં મુંબઈ તરફથી રમતા યશસ્વી જયસ્વાલે સુપર લીગ મેચમાં રાજસ્થાન સામે 16 બોલમાં 15 રન બનાવ્યા હતા પરંતુ મેચ પછી તેની તબિયત બગડી ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ માહિતી X પર (jaiswalhype) થી મળી આવી હતી.
Yashasvi Jaiswal has been admitted to the hospital due to stomach swelling. Wishing him a speedy and complete recovery. Get well soon, champ pic.twitter.com/BgFymmGPA6
— jaiswalhype (@jaiswalhype19) December 16, 2025
યશસ્વી જયસ્વાલને આરામ કરવાની સલાહ
મળતી માહિતી મુજબ, યશસ્વી જયસ્વાલ પેટમાં દુખાવો (Stomach Cramps) અનુભવી રહ્યો હતો. યશસ્વીને તાત્કાલિક આદિત્ય બિરલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરિટિસ (પેટનો ચેપ) હોવાનું નિદાન થયું હતું. તેને IV (ડ્રિપ) દ્વારા દવા આપવામાં આવી હતી અને અલ્ટ્રાસાઉન્ડ તેમજ સીટી સ્કેન દ્વારા તપાસ કરવામાં આવી હતી. હાલમાં ડોક્ટરે તેને દવા લેવાની અને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
શાનદાર ફોર્મમાં છે ‘યશસ્વી’
યશસ્વી હાલમાં શાનદાર ફોર્મમાં છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે 3 મેચ રમી છે, જેમાં તેણે 48.33 ની સરેરાશ અને 168 ના સ્ટ્રાઇક રેટથી 145 રન બનાવ્યા છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 3 મેચમાં 78 ની સરેરાશથી 156 રન બનાવ્યા હતા. તેણે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી ODI સદી પણ ફટકારી હતી.
