રવીન્દ્ર જાડેજા બન્યો ‘ધુરંધર’, રહેમાન ડકૈત સ્ટાઈલમાં એન્ટ્રી કરી, જુઓ વીડિયો
Dhurandhar : રણવીર સિંહની "ધુરંધર" ફિલ્મે માત્ર ચાહકોને જ પ્રભાવિત કર્યા નહીં, પરંતુ ક્રિકેટરો અને રાજકારણીઓ પણ તેમના વીડિયોમાં ફિલ્મના ગીતોનો ઉપયોગ કરતા જોવા મળ્યા. 19 માર્ચના રોજ ધુરંધર 2 આવી રહી છે. હાલમાં રાજસ્થાન રોયલ્સના કેમ્પમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રહેમાન ડકૈતની સ્ટાઈલમાં એન્ટ્રી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રણવીર સિંહની ધુરંધર 2ને લઈ ચાહકોમાં ક્રેઝ છે. તેની પાછળનું કારણ પહેલી ફિલ્મ છે. દુનિયાભરમાં આ ફિલ્મે 1300 કરોડથી વધારેની કમાણી કરી હતી. જ્યારે બીજો પાર્ટ 19 માર્ચના રોજ આવશે. જેના માટે હાલ પેડ પ્રીવ્યુનું એન્ડવાન્સ બુકિંગ ચાલી રહી છે. આ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ લોકોને અક્ષય ખન્નાની યાદ આવી ગઈ છે. આ ફિલ્મનો હવે અક્ષય ખન્ના ભાગ નથી પરંતુ કેટલાક ફ્લૈશબેક સીન જોવા મળશે. આ વચ્ચે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ અક્ષય ખન્નાના એક સીનને રીક્રિએટ કર્યો છે.
આઈપીએલની આ સીઝનની શરુઆત 28 માર્ચ 2026થી શરુ થશે. જ્યારે 31 માર્ચના રોજ ફાઈનલ રમાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલ 2026 માટે રાજસ્થાન રોયલ્સે રવિનદ્ર જાડેજાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. નવી ટીમ સાથે જોડાય ચૂક્યો છે. કેમ્પ સાથે જોડાતા તેમણે રહમાન ડકૈતની સ્ટાઈલમાં એન્ટ્રી કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
રહમાન ડકૈતની સ્ટાઈલમાં જાડેજાની એન્ટ્રી
રાજસ્થાન રોયલ્સના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખ્યું છે Khanna Ghani રાજસ્થાન. એક સ્ટેજ છે. જ્યાં માઈક પર એક વ્યક્તિ કહે છે કે, રાજસ્થાનને યાદ અપાવવી જરુરી છે કે , પહેલી જીત તાજ નથી હોતી વિરાસત હોય છે. લોકો અમને પુછશે હવે જીત ક્યારે? ત્યારબાદ રવિન્દ્ર જાડેજાનો સ્ટેજ પર સ્વેગ જોવા મળે છે. તે હાથ પકડીને કે છે. ખમ્મા ઘણી રાજસ્થાન, હવે જાણીએ આ વીડિયો આટલો ચર્ચામાં કેમ છે. કારણ કે, રણવીર સિંહની ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાએ જે સ્ટાઈલમાં એન્ટ્રી મારી છે. તે સમયે ચાહકો હલ્લા બોલ મચાવે છે.
, ⚔️
Ravindrasinh Jadeja has arrived for IPL 2026 pic.twitter.com/fVUVl5zTjZ
— Rajasthan Royals (@rajasthanroyals) March 10, 2026
ફિલ્મમાં એક ઈલેક્શન કેમ્પેન હોય છે. જ્યાં સ્ટેજ પર રહમાન ડકૈત એકદમ સ્વૈગની સાથે પહોંચે છે. જેવો અક્ષય ખન્ના સીનમાં સલામ કહે છે લોકોનો અવાજ આવે છે. કારણ કે, આ ફિલ્મમાં લ્યારીના લોકોને રહમાન ડકૈત માટે પ્રેમ દેખાડ્યો છે. આ સીન ખુબ સુંદર છે. ફિલ્મની રિલીઝ બાદ લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
