Breaking News : જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિશે કર્યો વધુ એક સનસનાટીભર્યો દાવો, કહ્યું- મોદીએ તેમને ફોન કર્યો અને કહ્યું કે…
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત વિશે સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. તેમણે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની ચર્ચા કરતી વખતે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. ભારત તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિવાદાસ્પદ દાવો કર્યો છે. તેમણે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લીધો. બુધવારે યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરતા ટ્રમ્પે વિવાદાસ્પદ દાવો કર્યો.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે જ્યારે તેમણે ભારત અને પાકિસ્તાન પર 350 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી, ત્યારે બંને દેશોએ યુદ્ધ બંધ કરી દીધું હતું. વધુમાં, તેમને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો, જેમણે કહ્યું હતું કે, “અમારું કામ પૂરું થઈ ગયું છે, અમે હવે લડીશું નહીં.” ટ્રમ્પે આ વખતે પણ એ જ ભાવના વ્યક્ત કરી છે.
ટ્રમ્પના આ દાવાથી ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. દરમિયાન, ટ્રમ્પના નિવેદન પર ભારત તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
ટ્રમ્પે કહ્યું કે, હું વિવાદો ઉકેલવામાં નિષ્ણાત છું. તે સમયે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળ્યું હોત. પણ પછી મેં બંને દેશોને ધમકી આપી, “તમે લડી શકો છો, પણ હું બંને દેશો પર 350 ટકા ટેરિફ લાદીશ.” જ્યારે મેં કહ્યું કે તેઓ અમેરિકા સાથે વેપાર નહીં કરે, ત્યારે બંને દેશોએ બે દિવસમાં ફોન પર મારી સાથે વાત કરી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ શક્ય બન્યો છે.
દરમિયાન, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, “મેં ભારત અને પાકિસ્તાનને ધમકી આપી હતી કે, ‘જો તમે યુદ્ધ બંધ નહીં કરો, તો હું તમારા પર 350 ટકા ટેરિફ લાદવા તૈયાર છું.’ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો ત્યારે મેં સંપૂર્ણ તૈયારી કરી હતી. મેં અમારા નાણામંત્રીને પણ કહ્યું હતું કે જો યુદ્ધ ચાલુ રહેશે, તો અમે તેમના પર 350 ટકા ટેરિફ લાદીશું, પરંતુ જો બંને દેશો યુદ્ધવિરામ જાહેર કરશે, તો અમે તેમની સાથે સારો વેપાર કરીશું.” ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે ફક્ત ટેરિફની ધમકી આપીને આઠમાંથી પાંચ યુદ્ધોમાં યુદ્ધવિરામ લાવ્યા હતા.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને કહ્યું, “અમારું કામ થઈ ગયું છે, અમે હવે લડીશું નહીં.” મેં તેમને પૂછ્યું, “તમારું શું કામ થઈ ગયું?” મોદીએ જવાબ આપ્યો, “અમે હવે લડીશું નહીં.” ટ્રમ્પે કહ્યું કે તેમણે તે સમયે તેમનો આભાર માન્યો હતો.
